Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાઈબીજ- ધરતી પર યમરાજ , લાંબી ઉમ્ર માટે આટ્લું કરો

ભાઈબીજ- ધરતી પર યમરાજ , લાંબી ઉમ્ર માટે આટ્લું કરો
, શુક્રવાર, 13 નવેમ્બર 2015 (16:20 IST)
આખા વર્ષમાં એક દિવસ આવું છે જ્યારે યમરાજ બધા કામ મૂકીને ધરતી પર એમની બહેનના ઘરે આવે છે . આ દિવસછે કાર્તિક શુક્લ દ્વિતીયા તિથિ. આ તિથિને યામ દ્વિતીયા અને ભાઈબીજના નામે ઓળખાય છે. 
 
ભગવાન યમરાજ એમની બહેન યમુનાના ઘરે પહોચ્યા તો યમુનાએ એમના હાથની પૂજા કરી અને પોતાના હાથથી બનાવીને ભાઈને ભોજન કરાવ્યું. ભોજન પછી સંધ્યા સમયે સુધી યમરાજ યમુનાના ઘરે રહ્યા. માનવું છે કે દર વર્ષે યમરાજ યમદ્વિતીયા એટલે કે કાર્તિક શુક્લ દ્વિતીયાના દિવસે યમુનાના ઘરે આવે છે. 
 
ભવિષ્યોત્તર પુરાણમાં ભાઈબીજની જે કથા મળે છે એના મુજબ યમરાજ એમના કામમાં આટલા વ્યસ્ત હતા કે એ એમની બહેનને પણ ભૂલી ગયા એક દિવસ યમુનાએ ભાઈને સંદેશ મોકલ્યો ત્યારે યમરાજ બહેનથી મળવા આવી ગયા. 
 
યમરાજે યમુનાને આશીર્વાદ આપ્યો કે જે કોઈ પણ માણસ યમદ્વિતીયાના દિવસે યમુનાના જળમાં સ્નાન કરશે અને બહેનના ઘરે જઈને ભોજન કરશે એમની આયુ લાંબી થશે. યમદ્વિતીયાના દિવસે જો યમુનામાં સ્નાન નહી કરી શકો તો બહેનના ઘરે જઈને બહેનના હાથોથી યમુનાના જળના તિલક લગાવો અને એમના હાથથી બનેલો ભોજન કરવાથી પણ અકાલ મૃત્યૂથી રક્ષા થાય છે. 
 
માનવું છે કે યમુના અને યમરાજએ જ ભાઈબીજના પર્વની શરૂઆત કરી હતી. આથી ભાઈબીજના દિવસે યમુના અને યમરાજને પણ યાદ કરાય છે.

Share this Story:

Follow Webdunia gujarati