Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો બજરંગબલીની વ્રત કથા

જાણો બજરંગબલીની વ્રત કથા
, રવિવાર, 14 એપ્રિલ 2019 (16:32 IST)
ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા કેશવદત્તનું  સમ્માન કરતા હતા, પણ કેશવદત્તને સંતાન ન હોવાથી તે ખૂબ ચિંતિંત રહેતા હતા. 
બન્ને પતિપત્ની દર મંગળવારે મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરતા હતા. વિધિવત મંગળવારનું  વ્રત કરતા ઘણા વર્ષ થઈ ગયા. બ્રાહ્મણ ખૂબ નિરાશ થઈ ગયા, પણ તેમણે વ્રત કરવાનું છોડ્યુ નહી.  
 
થોડા દિવસ પછી કેશવદત્ત હનુમાનની પૂજા કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા. એમની પત્ની અંજલી ઘરે રહીને જ મંગળવારના વ્રત કરવા લાગી. બન્ને પતિ-પત્ની પુત્ર પ્રાપ્તિ માટે મંગળવારનુ વિધિપૂર્વક વ્રત કરવા લાગ્યા. થોડા દિવસ પછી અંજલીએ બીજા મંગળવારે વ્રત કર્યા પણ કોઈ કારણસર એ  દિવસે અંજલી હનુમાનજીને ભોગ લગાવવાનું  ભૂલી ગઈ અને એ દિવસે સૂર્યાસ્ત પછી એ પણ ભૂખી સૂઈ ગઈ. 
 
આવતા  મંગળવાર સુધી  હનુમાનજીને ભોગ લગાડ્યા વગર ભોજન કરીશ  નહી એવું પ્રણ લીધું.  અને છ દિવસ સુધી અંજલી ભૂખી-પ્યાસી રહી. સાતમા દિવસે મંગળવારે અંજલીએ હનુમાનજીની પૂજા કરી, પણ ભૂખી તરસી અંજલી બેહોશ થઈ ગઈ. 

 
હનુમાજીને એમને સપનામાં દર્શન આપીને કહ્યુ - ઉઠો પુત્રી ! હું તારી પૂજાથી ખૂબ  પ્રસન્ન છું! અને હું તને સુંદર અને સુયોગ્ય પુત્ર થવાનું  વરદાન  આપું છું! આવુ  કહીને હનુમાનજી અંતર્ધાન થઈ ગયા. તરત જ અંજલીએ ઉઠીને હનુમાનજીને ભોગ લગાડ્યો અને પોતે ભોજન કર્યુ. 
webdunia
હનુમાનની કૃપાથી અંજલીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. મંગળવારે જન્મ લેવાના કારણે એ બાળકનું નામ મંગલપ્રસાદ રાખ્યુ.  થોડા દિવસ પછી કેશવદત્ત પણ ઘરે પરત આવ્યા. તેમણે  મંગળને જોઈને અંજલીને પૂછ્યું. "આ સુંદર બાળક કોનું છે ? અંજલીને ખુશ થઈને હનુમાનજીના દર્શન અને પુત્ર પ્રાપ્ત થવાના વરદાનની કથા  સંભળાવી. 
 
પણ કેશવદત્તને એની વાતો પર વિશ્વાસ ન થયો. એમના મનમાં ખબર નહી કેવી રીતે એ વિચાર આવી ગયો કે અંજલીએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યા છે.  પોતાના પાપને છુપાવવા માટે અંજલી ખોટું  બોલી રહી છે. 

 
કેશવદત્તે એ બાળકને મારી નાખવાની યોજના બનાવી. એક દિવસ કેશવદત્ત સ્નાન માટે કુવા પર ગયો અને મંગળને પણ સાથે લઈ ગયા. કેશવદત્તે ત્યાં મંગળને કૂવામાં ફેંકી દીધો  અને ઘરે આવીને બહાનું  બનાવ્યુ કે કેશવ મારી સાથે નહોતો આવ્યો. કેશવદત્તે  આટલું કહ્યું જ હતું કે મંગળ દોડતો ઘરે પરત આવ્યો.  
webdunia
કેશવદત્ત મંગળને જોઈને હેરાન થઈ ગયા. એ જ રાત્રે હનુમાનજીએ કેશવદત્તના સપનામાં દર્શન આપતા કહ્યું તમરા બન્ને દ્વારા કરવામાં આવેલ મંગળવારના વ્રતથી પ્રસન્ન થઈને મે પુત્ર જન્મનું  વરદાન આપ્યુ હતું  તો પછીતમે તમારી પત્નીને ચરિત્રહીન કેમ સમજો છો. ? 
 
એ જ સમયે કેશવદત્તે અંજલીને જગાડીને તેની પાસે માફી માંગતા સપનમાં હનુમાનના દર્શન આપવાની બધી વાત કરી. કેશવદત્તે પોતાના દીકરાને છાતી સરસો ચાંપીને ખૂબ પ્રેમ કર્યો. એ દિવસ પછી બધા આનંદપૂર્વક રહેવા લાગ્યા. 
 
 
મંગળવારે વિધિવત વ્રત કરવાથી કેશવદત્તની જેમ બધાના કષ્ટ દૂર થાય છે. આ રીતે જે સ્ત્રી પુરૂષ વિધિપૂર્વક મંગળવારે વ્રત કરીને વ્રતકથા સાંભળે છે,  હનુમાનજી એના બધા કષ્ટો દૂર કરીને ઘરમાં ધન સંપત્તિનો ભંડાર ભરી નાખે છે. . શરીરના બધા રક્ત વિકાર અને રોગોનો નાશ થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગવાન મહાવીરની માતાના 14 સ્વપ્નો