રામ-રાવણ યુદ્ધમાં મેઘનાદના તીરથી લક્ષ્મણજી ઘાયલ થઈને બેહોશ થઈ ગયા. એ સમયે જ્યારે સર્વ ઉપચાર નિષ્ફળ થઈ ગયા, ત્યારે વૈદ્યરાજે હિમાલય પરથી સંજીવની જડી લાવવાની સલાહ આપી અને કહ્યુ કે હવે તેનાથી જ લક્ષ્મણનું જીવન બચી શકે છે.
સંકટની આ ક્ષણમાં રામભક્ત શ્રી હનુમાનજીએ કહ્યુ કે હું સંજીવની લઈને આવુ છુ. રામની આજ્ઞા મેળવીને હનુમાનજી વાયુની ગતિથી હિમાલયની તરફ ઉડ્યા. રસ્તામાં તેમણે યાકૂ નામક ઋષિનો આશ્રમ જોયો. જ્યા ઋષિ એક પર્વત પર રહેતા હતા.
હનુમાનજીએ વિચાર્યુ ઋષિને સંજીવનીનુ યોગ્ય ઠેકાણું પૂછી લઉં છુ. આવુ વિચારીને તેઓ પર્વત પર ઉતર્યા પણ જે સમયે તેઓ પર્વત પર ઉતર્યા એ સમયે પર્વત તેમના ભારને સહન ન કરી શક્યુ નએ પર્વત અડધો જમીનમાં ધસી ગયો.
હનુમાનજીએ ઋષિને નમન કરી સંજીવની બૂટી વિશે વિસ્તૃત માહિતી મેળવી અને ઋષિને વચન આપ્યુ કે સંજીવની લીધા બાદ જતી વખતે તમારા આશ્રમમાં પાછો જરૂર આવીશ.
આગળ વાંચો, પણ સંજીવની લાવ્યા બાદ આવતી વખતે રસ્તામાં એક ઘટના બની..
પરંતુ સંજીવની લીધા બાદ જતી વખતે રસ્તામાં 'કાલનેમી'રાક્ષસ દ્વારા રસ્તો રોકતા હનુમાનજીને તેની સાથે યુદ્ધ કરવુ પડ્યુ. કાલનેમિ પરાસ્ત થઈ ગયા. આ જ કાલનેમિ બીજા જન્મમાં કંસ બન્યો.
આ યુદ્ધના કારણે સમય વધુ વ્યતીત થવાના કારણે હનુમાનજીએ ગુપ્ત માર્ગે લંકા પહોંચવાનો નિશ્ચય કર્યો. જ્યારે હનુમાનજી જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં યાદ આવ્યુ કે યાકૂ ઋષિને વચન આપ્યુ છે. બીજી બાજુ ઋષિ હનુમાનજીની રાહ જોઈ રહ્યા હતા.
હનુમાનજી પણ ઋષિને નારાજ કરવા નહોતા માંગતા, ત્યારે તેમણે અચાનક ઋષિની સમક્ષ પ્રકટ થઈને વસ્તુસ્થિતિ બતાવી અને અંતર્ધ્યાન થઈ ગયા.
જ્યા હનુમાનજીએ પોતાના ચરણ મુક્યા હતા ત્યા યાકૂ ઋષિએ હનુમાનજીનું એક સુંદર મંદિર બનાવડાવ્યુ અને કહ્યુ કે જ્યા સુધી આ પર્વત છે આ ચરણ હંમેશા પૂજવામાં આવશે.
આગળના પેજ પર જાણો ક્યા છે આ સ્થાન અને મંદિર ..
દેવભૂમિ હિમાચલની રાજધાની શિમલા શહેરના મધ્યમાં એક મોટુ અને ખુલુ સ્થાન, જ્યાથી પર્વતમાળાઓનું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે. આ પર્વતમાળાઓમાંથી એક યાકૂ જાખૂ (યાકૂ) હિમ પર્વતના મધ્ય આવેલ હનુમાનજીનું પ્રાચીન મંદિર છે.
શિમલા શહેરથી માત્ર 2 કિલોમીટર દૂર ગાઢ જંગલમાં આવેલ આ પર્વત જેને જાખૂ પર્વત કહે છે. દેવદારના વૃક્ષોથી ઘેરાયેલ આ પર્વત હિમ પર્વતમાળાનો એક ભાગ છે. સમુદ્ર તળેથી તેની ઉંચાઈ 8500 બતાવવામાં આવે છે.
માર્ચથી જૂન દરમિયાન અહી દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે. આ સમય હોય છે જ્યારે શિમલાનું વાતાવરણ પણ સુંદર હોય છે.