Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માલામાલ થવા માંગો છો તો અક્ષય તૃતીયા પર કરો આ ઉપાય

માલામાલ થવા માંગો છો તો અક્ષય તૃતીયા પર કરો આ ઉપાય
, મંગળવાર, 17 એપ્રિલ 2018 (15:32 IST)
એકાક્ષી નારિયળનુ તંત્ર શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. તેને સાક્ષાત લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે જો તેને વિધિ વિધાન પૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો  એ વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી અને તેની દરેક મનોકામના પૂરી થાય છે. તેની વિધિ આ પ્રકારની છે.. 
 
સૌ પહેલા સાધક સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી પોતાની સામે થાળીમાં કંકુથી અષ્ટ દળ બનાવીને તેના પર નારિયાળ મુકી દે અને અગરબત્તી તેમજ દિવો પ્રગટાવે.  શુદ્ધ જળથી સ્નાન કરાવીને આ નારિયળ પર પુષ્પ, ચોખા, ફળ, પ્રસાદ વગેરે મુકે અને લાલ રેશમી વસ્ત્ર ઓઢાવે.  ત્યારબાદ એ રેશમી વસ્ત્ર જે અડધો મીટર લાંબુ હોય તેને પાથરીને તેના પર કેસરથી આ મંત્ર લખે. 
 
ૐ શ્રીં હ્વીં ક્લીં એં મહાલક્ષ્મી સ્વરૂપાય એકાક્ષિનાલિકેરાય નમ: સર્વદિદ્વિ કુરુ કુરુ સ્વાહા.. 
 
પછી આ રેશમી વસ્ત્ર પર નારિયળને મુકી દો અને આ મંત્ર વાંચતા તેના પર 108 ગુલાબની પાંખડીઓ ચઢાવો અર્થાત દરેક પાંખડી ચઢાવતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરતા રહો.. 
 
મંત્ર - ૐ એં હ્વી શ્રીં એકાક્ષિનાલિકેરાય નમ: 
 
ત્યારબાદ ગુલાબની પાંખડીઓને હટાવીને એ રેશમી વસ્ત્રમાં નારિયળને લપેટીને થાળીમાં ચોખાના ઢગલા પર મુકી દો અને આ મંત્રની 3 માળા જપો. 
 
મંત્ર ઓઁ હ્રીં શ્રીં ક્લીં એં એકાક્ષાય શ્રીફલાય ભગવતે વિશ્વરૂપાય સર્વયોગેશ્વરાય ત્રૈલોક્યનાથાય સર્વકાર્ય પ્રદાય નમ: 
 
સવારે ઉઠીને ફરી 21 ગુલાબથી પૂજા કરો અને એ રેશમી વસ્ત્રમાં લપેટાયેલ નારિયળને પૂજા સ્થાન પર મુકી દો.  આ રીતે એકાક્ષી નારિયળને ઘરમાં સ્થાપિત કરવાથી ધન લાભ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેવી રીતે કરવું અક્ષય તૃતીયાનો વ્રત, જાણો 10 ખાસ વાતો...