Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tuesday special: - કર્જથી મુક્તિ જોઈએ તો મંગળવારે જરૂર કરો બજરંગબલીનો આ અચૂક ઉપાય

debt relief
, મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (00:25 IST)
Debt relief measures કર્જથી મુક્તિના ઉપાય - દરેક પ્રકારનુ મંગલ કરવાનો શુભ દિવસ છે મંગળવાર. જે કોઈ પણ આ દિવસે હનુમાનજીની પૂજા કરે છે, તે ક્યારેય જીવનમાં મુશ્કેલીનો સામનો નથી કરતુ.  ધનની કોઈપણ સમસ્યાથી મુક્તિ મેળવવા માંગો છો તો પવન પુત્ર હનુમાનનો વિશેષ ઉપાય કરવો જોઈએ.   જે પણ મંગળવારના દિવસે સાચા મનથી હનુમાનજીના અચૂક ઉપાય કરે છે, તેને જીવનમાં ક્યારેય હારનુ મોઢુ જોવુ પડતુ નથી. 
Do these remedies on Tuesday મંગળવારના દિવસે કરો આ ઉપાય - જો ઘણા દિવસથી કર્જમાં ડૂબ્યા છો, તમારી ઈચ્છા હોવા છતા પણ આ સંકટમાંથી બહાર નથી નીકળી શકયા તો મંગળવારના દિવસે સાંજે હનુમાન મંદિર જઈને તેમની સામે લોટના બે દિવામાં ઘી નાખીને પ્રગટાવો.  તેમા 2 કે 3 લવિંગ નાખો. આવુ કરવાથી હનુમાનજી ખુશ થઈને ભરપૂર ધન-ધાન્યનો આશીર્વાદ આપે છે.  
 
ઘણી કોશિશો છતા પણ ધનની સમસ્યાથી મુક્તિ નથી મળી  રહી તો મંગળવારના દિવસે હનુમાનજીની સામે બેસીને તેમના આ મંત્રનો 108 વાર જાપ કરો   
 
Hanuman Mantra- ઓમ હનુમતે નમ:   
 
હનુમાન ચાલીસાનો પાઠ - જો વધુ કશુ નથી કરવા માંગતા તો બસ બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને 11 વાર સાચા મનથી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.   
 
તુલસીની માળા - તમારા પર હનુમાનજીની વિશેષ કૃપા ઈચ્છો છો તો તેમને તુલસીની માળા જરૂર ચઢાવવી જોઈએ. માન્યતા છે કે હનુમાનજીને તુલસીની માળા ખૂબ પ્રિય છે. આવુ કરવાથી અંજની નંદન ભક્તોની ખુદ રક્ષા કરે છે.  
 
બૂંદીની પ્રસાદ - કર્જથી મુક્તિ મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે મંગળવારના દિવસે બુંદીના લાડુનો ભોગ લગાવો. બુંદીના લાડુ તેમને ખૂબ પસંદ છે. સાથે ગાયને ગોળ અને એક મુઠ્ઠી ચણા પણ ખવડાવો.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Makar Sankranti 2023: મકર સંક્રાતિ પર આ વસ્તુઓનુ દાન બનાવશે ધનવાન, કરતા જ જોવાશે કમાલ