Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shani pooja- શનિદેવની આ રીતે પૂજા કરશો તો ધન સંપત્તિ અને કાર્યમાં સફળતા અચૂક મળશે

Shani pooja- શનિદેવની આ રીતે પૂજા કરશો તો ધન સંપત્તિ અને કાર્યમાં સફળતા અચૂક મળશે
, શનિવાર, 19 ઑક્ટોબર 2019 (09:53 IST)
શનિ આપણા પર પોતાની ખરાબ દ્રષ્ટિ નાખે એ પહેલા જ તમે આત્મ વિવેચન કરો કે તમે કોઈની સાથે અન્યાય તો નથી કરી રહ્યા ને અથવા કોઈ ખરાબ કામમાં કોઈનો સાથ તો નથી આપી રહ્યા ને. જ્યા સુધી શનિની કૃપા પ્રાપ્ત ન થાય ત્યા સુધી સંસારમાં ઉન્નતિ શક્ય નથી. શનિ દશા આવતા વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. અને જ્યારે શનિની કૃપા પ્રાપ્ત થાય છે તો ભાગ્ય જાગૃત થઈ જાય છે. જે પણ ધન કે સંપત્તિ જાતક કમાવે છે તેનો સદ્દપયોગમાં લગાવે છે. જો કર્મ નીંદનીય અને ક્રૂર હશે તો ભાગ્ય કેટલુ પણ જોરદાર કેમ ન હોય તેનુ હરણ થઈ જાય છે.  

જો શનિ  કોઈ જાતકના વિરોધમાં જાય છે તો વિવેક સમાપ્ત થઈ જાય છે. નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. પ્રયાસ કરવા છતા પણ બધા કાર્યોમાં નિષ્ફળતા જ મળે છે. સ્વભાવમાં ચિડચિડાપણું આવી જાય છે નોકરી કરનારા અધિકારીઓ અને મિત્રો સાથે ઝગડો થવા માંડે છે. વેપારીઓને મોટુ આર્થિક નુકશાન થવા માંડે છે. વિદ્યાર્થીઓનુ મન અભ્યાસમાં લાગતુ નથી. ઈચ્છવા છતા શુભ કાર્યો સમયસર થતા નથી.  તેથી મગજ પરેશાનીમાં એવા કામ કરી નાખે છે જેના કર્યા બાદ ફક્ત પછતાવો જ હાથ લાગે છે. 

 
જો તમે પરેશાન છો અથવા મહેનત કરવા છતા તમારુ ભાગ્ય ચમકી નથી રહ્યુ તો અમે તમને કેટલાક સહેલા ઉપાય બતાવી રહ્યા છે. જેને કરવાથી તમને શનિ કૃપા જરૂર પ્રાપ્ત થશે.  

- જો તમને વેપારમાં નુકશાન થતુ હોય  કે નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો શનિવારના દિવસે લીંબૂ લો અને તેને દુકાન અથવા કાર્ય સ્થાની ચારે દીવાલો પર સ્પ કરાવો ત્યારબાદ તેને ચાર ટુકડામાં કાપીને કાર્ય સ્થાનની બહાર જઈને ચાર દિશામાં એક એક ટુકડાને ફેંકી દો. તેનાથી અવરોધો દૂર થઈ જશે. 

- બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને નિત્યકર્મોથી નિવૃત્ત થયા બાદ એક વાડકીમાં થોડુ તેલ લો અને તેમા તમારો ચહેરો જુઓ ત્યારબાદ એ તેલને કોઈ શનિ મંદિરમાં ચઢાવો. 

- ગંભીર અને અસાધ્ય રોગોથી પીડિત વ્યક્તિ શનિવારે શિવલિંગ પર કાળા તલ અને પાણી ચઢાવે. 

- શનિવારે પીપળાના ઝાડની સાત પરિક્રમાઓ કર્યા બાદ તાંબાના લોટાથી પાણી ચઢાવો. આવુ કરવાથી શનિ દેવ સાથે શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.  સાથે જ કુંડળીના અનેક દોષોનુ નિવારણ થાય છે. શનિ દોષ અને કાલસર્પ દોષ માટે આ ઉપાય રામબાણ સિદ્ધ થાય છે. 

- શનિવારે ઘરમાં નવુ લોખંડ કે લોખંડથી બનેલ સામાન કે કોઈપણ પ્રકારનુ તેલ  કોલસો વગેરે ન લાવવુ જોઈએ. કારણ કે લોખંડ શનિદેવની વ્હાલી ધાતુ છે. તેને સાક્ષાત શનિ માનવામાં આવે છે. શનિવારે શનિ દેવને સમર્પિત વાર છે તો શનિવરે લોખંડ લાવવાથી ઘરે શનિનો દુષ્પ્રભાવ વધે છે. જેના પરિણામસ્વરૂપ પરિવારમાં ક્લેશ, વિગઠન, વાદ વિવાદ આર્થિક નુકશાન, ભીષણ દુર્ઘટના દરિદ્રતા વગેરેનો પ્રવેશ થાય છે.  

- શનિવારે શનિદેવની પૂજા કથા અને ધ્યાન કરવાથી બધા પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે. ત્યારે બધા મનોરથ પૂર્ણ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુભ છે આ દિવાળી ગિફ્ટ- આ દિવાળી ભેટ કરો આ 10 વસ્તુઓ