Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મકરસંક્રાંતિ 2023- મકરસંક્રાંતિ ક્યારે છે? જાણો તારીખ, શુભ સમય અને મહત્વ

મકરસંક્રાંતિ 2023- મકરસંક્રાંતિ ક્યારે છે? જાણો તારીખ, શુભ સમય અને મહત્વ
, મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (01:29 IST)
Makar Sankranti 2023:  મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ ભારતમાં આ તહેવાર ઉજવવાનુ મહત્વ વધુ છે જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે.  એવા કેટલાક તહેવાર છે  અને તેમને ઉજવવાનો  અલગ નિયમ પણ છે.  આ તહેવારોમાં સૂર્ય-ચંદ્રની સંક્રાતિયો અને કુંભનુ વધુ મહત્વ છે. સૂર્ય સંક્રાતિમાં મકર સંક્રાંતિનુ મહત્વ જ વધુ માનવામાં આવ્યુ છે. માઘ મહિનામાં કૃષ્ણ પંચમીને મકર સંક્રાતિ દેશના લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે. આવો જાણીએ કે મકર સંક્રાતિના દિવસે કયા વિશેષ કાર્ય થાય છે. 
 
મકરસંક્રાંતિ 2023 મકરસંક્રાંતિનો તહેવાર દેશના દરેક ભાગમાં 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન કરે છે. ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે.
 
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન 14 જાન્યુઆરીએ રાત્રે 08.21 કલાકે મકર રાશિમાં સંક્રમણ કરશે અને તહેવારની તારીખ શાસ્ત્રોમાં ઉદયા તિથિ અનુસાર નક્કી કરવામાં આવશે. તેથી, ઉદયા તિથિ અનુસાર 15 જાન્યુઆરી 2023 ના રોજ રવિવારના રોજ સંક્રાંતિ પર્વની ઉજવણી કરવી એ વ્યક્તિ માટે શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
 
મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી અનેકગણું ફળ મળે છે. સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Garud Puran- મૃત્યુથી પહેલા જોવાવા લાગે છે એવા સંકેત, માત્ર આટલી શ્વાસ બાકી રહે છે