Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Indira Ekadashi 2020 Date & Time: જાણો ક્યારે છે ઈન્દિરા એકાદશી, જાણો આ પુજાનુ શુભ મુહુર્ત

Indira Ekadashi 2020 Date & Time: જાણો ક્યારે છે ઈન્દિરા એકાદશી, જાણો આ પુજાનુ શુભ મુહુર્ત
, સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (17:45 IST)
(Indira Ekadashi 2020 Date): પિતૃપક્ષમાં પડનારી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે ઇન્દિરા એકાદશી 13 સપ્ટેમ્બર એટલે કે રવિવારે પડી રહી છે. ઇન્દિરા એકાદશીને શ્રાદ્ધ એકાદશી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ નિયમ સાથે ઇન્દિરા એકાદશીના વ્રતનું પાલન કરવાથી પિતરોને શાંતિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો કોઈ  પાપી કૃત્યને કારણે પિતૃ  નરકની યાતનાથી પીડિત છે, તો આ વ્રતની અસરથી વ્યક્તિને મુક્તિ મળે છે.
 
ભગવાન વિષ્ણુ અને પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. ખાસ  વાત એ છે કે આ વ્રત પછીના દિવસે સૂર્યોદય પછી એટલે કે દ્વાદશીના દિવસે ખોલવામાં આવે છે. જો દ્વાદશી તિથિ સૂર્યોદય પહેલા સમાપ્ત થાય છે, તો એકાદશી વ્રતનુ પારણ માત્ર સૂર્યોદય પછી જ થાય છે.
 
ભગવાન વિષ્ણુને સમર્પિત ઇંદિરા એકાદશી
 
ભગવાન વિષ્ણુને સમર્પિત ઈંદિરા એકાદશીનું વ્રત કરવાથી તેના પૂર્વજોને ફળ મળે છે. ઈંદિરા એકાદશીને અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. ઈંદિરા એકાદશીનું વ્રત બીજા દિવસે એટલે કે દ્વાદશી ખોલવામાં આવે છે. સૂર્યોદય પછી એકાદશી વ્રત ખોલવામાં આવે છે. 
 
ઇન્દિરા એકાદશી પૂજા વિધી
વહેલી સવારે ઉઠીને સ્નાન વગરે નિત્ય કાર્યોથી પરવારીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો, ત્યારબાદ પિતરોનુ  શ્રાદ્ધ કરો. ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. બ્રાહ્મણને ભોજન અર્પણ કરો, દાન વગેરે  આપો, ઇંદિરા એકાદશીની કથા સાંભળો અથવા વાંચો, દ્વાદશીના શુભ દિવસે એકાદશી વ્રતનું પારણ કરો. 
 
ઈન્દિરા એકાદશી માટે શુભ મુહુર્ત  :
 
આ વખતે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ સવારે 04:13 વાગ્યે એકાદશી પ્રારંભ થશે.
 14 સપ્ટેમ્બરના રોજ સવારે 03: 16 વાગ્યે સમાપ્ત થશે
એકાદશીનો પારણા કરવાનો સમય તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:59 થી 03: 27 સુધી રહેશે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pitru paksha 2020- શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તો ક્યારે કરવું શ્રાદ્ધ જાણો?