Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યોગમાં છે વંધ્યત્વ(infertility) દૂર કરવાનો ઉપાય, લાભકારી થઈ શકે છે આસન

યોગમાં છે વંધ્યત્વ(infertility) દૂર કરવાનો ઉપાય, લાભકારી થઈ શકે છે આસન
, બુધવાર, 20 જૂન 2018 (15:40 IST)
એક વર્ષ સુધી સતત સંબંધ બનાવ્યા પછી પણ જો કોઈ સ્ત્રી ગર્ભધારણ નથી કરી શકતી તો એવુ માનવામાં આવે છે કે પતિ કે પત્નીમાંથી કોઈ એકને પ્રજનન સંબંધી સમસ્યા છે. જો સ્ત્રીને આ સમસ્યા છે તેને વાંઝિયાપણા એટલે કે ઈંફર્ટિલીટીની સમસ્યા કહેવાય છે. 
 
જે સ્ત્રી મા નથી બની શકતી તેને આપણા સમાજમાં હિન દ્રષ્ટીથી જોવામાં આવે છે. જો કે અનેક મહિલાઓ મામૂલી સમસ્યાઓને કારણે પણ માતા બની શકતી નથી. કારણ કે તેમને કારણની જાણ હોતી નથી.  તેથી સારવાર પણ મુશ્કેલ થઈ જાય છે. 
 
યોગમાં ઈંફર્ટિલીટીનો ઈલાજ બતાવ્યો છે. એવુ કહેવાય છે કે ચક્રાસન વાંઝિયાપણાની સમસ્યા સામે લડી રહેલ મહિલાઓ માટે લાભદાયક હોય છે. 
 
કેવી રીતે કરશો ચક્રાસન - સૌ પહેલા પીઠના બળ પર સૂઈ જાવ. ઘૂંટણ વાળો અને એડિયોને હિપ્સ  સાથે સ્પર્શ કરાવતા પગને 10-12 ઈંચ જેટલા દૂર રાખો.  ખભા ઉઠાવો અને કોણીઓ વાળી લો. હથેળીઓને ખભા ઉપર માથાની પાસે જમીન પર મુકી દો. શ્વાસ લો અને ધીરે ધીરે ધડને ઉઠાવતા પીઠને વાળો.  ધીરેથી માથાને લટકતુ છોડી દો અને હાથ તેમજ પગને યથાસંભવ તાની લો. ધીરે ધીરે શ્વાસ લો અને ધીરે ધીરે શ્વાસ છોડો. જ્યા સુધી શક્ય હોય આ મુદ્રાને બનાવી રાખો. ત્યારબાદ શરીરને એ રીતે નીચે લઈ જતા પ્રારંભિક અવસ્થાના પરત ફરો કે માથુ જમીન પર જ ટકેલુ રહે. શરીરનો બાકીનો ભાગ નીચે લાવો અને વિશ્વામ કરો. આ 1 ચક્ર થયુ.  આ રીતે તમે 4 થી 5 ચક્ર કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શીખામણ: માણસને તેમની પ્રતિભાઓ સાથે ઓળખો, કપડાંથી નહી