Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Irfan Pathan Dance - કમેંટેટરે આવુ ન કરવુ જોઈએ... ઈરફાન પઠાનના ડાંસ પર પાકિસ્તાનના આ દિગ્ગજોને લાગ્યા મરચા

irfan pathan
નવી દિલ્હી. , ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (14:56 IST)
irfan pathan
વર્લ્ડકપ 2023માં અફગાનિસ્તાનની ટીમની પાકિસ્તાન(Pakistan vs Afghanistan) પર જીત પછી ટીમ ઈંડિયાના પૂર્વ ઓલરાઉંડર ઈરફાન પઠાનનો બિંદાસ ડાંસ ચર્ચાનો વિષય બન્યો છે. ઈરફાન પઠાન(Irfan Pathan) આ મેચમાં કમેંટેટરના રૂપમાં હાજર હતા. મેચમાં જ્યારે અફગાનિસ્તાન ટીમે ધાકડ રમત બતાવતા પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો તો ઈરફાન પણ ખુશ જોવા મળ્યા. તેમણે અફગાન ટીમના સ્ટાર સ્પિનર રાશિદ ખાન  (Rashid Khan) ની સાથે મેદાન પર ડાંસ કર્યો. 'બે પઠાન' ના ડાંસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  
 
અફગાનિસ્તાનની જીત પછી રાશિદ અને ઈરફાનના ડાંસનો આ વીડિયો મોટાભાગના લોકોને ભલે જ પસંદ આવ્યો હોય પણ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોને આ બિલકુલ ગમ્યો નથી. પાકિસ્તાનના પૂર્વ વિકેટકિપર અને ધાકડ બેટ્સમેન રહી ચુકેલા કામરાન અકમલ (Kamran Akmal) એ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે મને ઈરફાન પઠાનનો ડાસ્ન જોઈને નવાઈ લાગી. હુ જ ઓઈ રહ્યો હતો આ મ એચ ઓસ્ટ્રેલિયામાં પણ જાત્યા છે, ત્યારે પણ આવી ખુશી જોવા નહોતી મળી. અફગાનિસ્તાનના પાકિસ્તાનને હરાવવામાં વધુ ખુશી જોવા મળી. આ ફક્ત મારે માટે જ નહી પરંતુ પુરા દેશ માટે આ જોવુ દુખદ હતુ. બ્રોડકાસ્ટરોએ આ વિશે વિચારવુ જોઈએ, ન્યૂટ્રલ કમેંટેટરે આવુ ન કરવુ જોઈએ.  
 
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અઝહર અલીએ(Azhar Ali) કહ્યું, 'ઈરફાન પઠાણે જે કર્યું તે યોગ્ય ન હતું. હું અફઘાનિસ્તાન ટીમના ભાંગડા પર ટિપ્પણી નહીં કરું. આ તેમના માટે વર્લ્ડ કપ છે. પાકિસ્તાન માટે ઈંગ્લેન્ડ સામે જીત મેળવવી તે તેમના માટે ખુશીની વાત છે. સાચું પણ ઈરફાને જે પણ કર્યું, કોમેન્ટેટર તરીકે તમારે તટસ્થ રહેવું પડ્યું. તમે એવી ટીમ સાથે દોડી રહ્યા છો જે તમારો દેશ નથી. તમે તેમને અભિનંદન આપ્યા હોત, ગળે લગાવ્યા હોત.
 
ચેન્નાઈના ચેપોક મેદાન પર 23 ઓક્ટોબરે રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 282 રન બનાવ્યા હતા જેના જવાબમાં અફઘાનિસ્તાને ઈબ્રાહિમ ઝદરાનના 87 રન, રહમત શાહના અણનમ 77 અને રહેમતુલ્લા ગુરબાઝના 65 રન બનાવ્યા હતા. મદદ, લક્ષ્ય માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરવામાં આવ્યું હતું.વર્લ્ડ કપ મેચમાં અફઘાનિસ્તાન હાથે 8 વિકેટની આ કારમી હારથી પાકિસ્તાનની ટીમ અને તેમના ફેંસ ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી પહેલા સીંગતેલ થયું સસ્તું