Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત સામે હાર પછી પાકિસ્તાની ક્રિકેટ ટીમને બૈન કરવાની માગ, કોર્ટમાં પહોંચ્યો મામલો

ભારત સામે હાર પછી પાકિસ્તાની ક્રિકેટ ટીમને બૈન કરવાની માગ, કોર્ટમાં પહોંચ્યો મામલો
, બુધવાર, 19 જૂન 2019 (12:25 IST)
ભારત સામે વિશ્વકપમાં મળેલી કરારી હારથી નિરાશ પાકિસ્તાનના એક પ્રશંસકે ગુજરાંવાલ કોર્ટમાં અરજી દાખલ કરી ટીમ પર પ્રતિબંધ લગાવવા સાથે પસંદગી સમિતિને બરખાસ્ત કરવાની માંગ કરી છે. 
webdunia
ઉલ્લેખનીય છે કે રવિવારે મૈંનચેસ્ટરમાં પાકને ભારતના હાથે 89 રનથી હાર મળી હતી. આ વિશ્વકપના ઈતિહાસમાં બ્ભારતના હાથે રેકોર્ડ 7મી હાર હતી. ત્યારબાદ પાક ક્રિકેટરોને પ્રશંસકો અને પૂર્વ ખેલાડીઓ તરફથી મોટી આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
કોર્ટમાં નોંધાયેલ અરજીમાં અરજીકરનારે ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ સાથે મુખ્ય પસંદગીકર્તા ઈંજમમ ઉલ હકની આગેવાનીવાળી પસંદગી સમિતિને ભંગ કરવાની માંગ કરી છે. અરજીકર્તા વિશે જો કે હાલ જાણ નથી થઈ શકી.  અરજીના જવાબમાં ગુજરાંવાલા કોર્ટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધિકારીઓને સોંપી છે. આ દરમિયાન જાણવા મળ્યુ છે કે પીસીબી સંચાલન મંડળની બુધવારે લાહોરમાં થનારી બેઠકમાં કોચ અને પસંદગીકર્તાઓ સાથે સંચાલનના કેટલાક અન્ય સભ્યોની રજા કરવા પર નિર્ણય થઈ શકે છે. જે લોકોની હકાલપટ્ટી થવાની શક્યતા છે તેમા ટીમના મેનેજર તલત અલી, બોલર કોચ અઝહર મહમૂદ અને સંપૂર્ણ પસંદગી સમિતિ સામેલ છે.  આ સાથે જ કોચ મિકી અર્થરના કાર્યકાળને નહી વધારવામાં આવે. 
webdunia
 
પીસીબીના મહાનિદેશક વસીમ ખાન આ બેઠકમાં સામેલ થવા માટે વિદેશ પ્રવાસ વચ્ચે  છોડીને સ્વદેશ પરત ફરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે 12મો વિશ્વકપ બિલકુલ પણ સારો નથી સાબિત થઈ રહ્યો. ટીમે અત્યાર સુધી 5 મુકાબલા રમ્યા છે જેમા તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.  બીજી બાજુ એક મેચમાં જીત તો મેચ પરિણામ વગરની રહી છે.  સરફરાજ અહમદની આગેવાનીવાળી ટીમ હાલ 3 અંકો અને -1.933ની નબળી રન રેટ સાથે અંક તાલિકામાં નવમાં સ્થાન પર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોડી રાત્રે પૂર્વ મિસ ઈંડિયાની સાથે દિલ દહલા આપતી ઘટના, ફેસબુક પર જાહેર કર્યું દુખ 7 ગિરફ્તાર