દુનિયાના 20 વિકસિત અને વિકાસશીલ દેશો જી20ના પ્રમુખ ઉદ્યોગપતિ 18 માર્ચના રોજ લંડનમાં યોજાનાર બેઠકમાં ભાગ લેશે. બ્રિટિશ સરકારના અધિકારીક સૂત્રો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે.
બ્રિટેનના કારોબાર મંત્રી પીટર મેંડલસને કહ્યુ કે આ બેઠકમાં યૂરોપ, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં વૈશ્વિક આર્થિક મંદીથી પેદા થયેલ ભયને નાથવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
તેમણે કહ્યુ કે આ બેઠકને કંફેડરેશન ઓફ બ્રિટિશ ઈંડસ્ટ્રીના સહયોગથી આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં આતંરરાષ્ટ્રીય વ્યાપારમાં આવનાર અડચણોને દૂર કરવાની યોજનાઓ ઘડવામાં આવશે.