Publish Date: Wed, 05 Sep 2018 (06:51 IST)
Updated Date: Tue, 04 Sep 2018 (10:24 IST)
દરેકના સૂવાની સ્ટાઈલ જુદી જુદી હોય છે. છોકરીઓની સૂવાની સ્ટાઈલ પરથી તેમની ટેવ અને પસંદ વિશે જાણી શકાય છે. એવુ માનવામાં આવે છે કે જે યુવતીઓ સીધી સૂઈ જાય છે તે નિયમોનુ સખત પાલન કરનારી હોય છે. યુવતીઓના સૂવાની પોઝીશન બતાવે છે કે તેમને કેવા છોકરાઓ ગમે છે..
1. સીધા તાણીને સૂઈ જવુ - કેટલીક યુવતીઓને સીધા સૂવાની ટેવ હોય છે. આ પ્રકારની યુવતીઓનો સ્વભાવ ખૂબ જ સંતુલિત હોય છે અને તેમના સપના પણ મોટા હોય છે. આ પ્રકારની યુવતીઓને ડોમિનેટિંગ પર્સનાલિટીના છોકરાઓ વધુ પસંદ પડે છે.
2. ડાબા પડખે સુવુ - આમ તો ડાબા પડખે સુવુ સૌથી સારુ માનવામા આવે છે પોતાના જીવનમાં ફેરફાર ન કરનારી આ પ્રકારની કછોકરીઓને લીડરશિપ કરનારા છોકરા પસંદ હોય છે.
3. ઊંઘા સુવુ - આ રીતે સૂનારી યુવતીઓ બેદરકાર હોય છે.. પણ તેમને સરપ્રાઈઝ આપનારા છોકરાઓ ખૂબ પસંદ હોય છે. બોરિંગ સ્વભાવના છોકરાઓથી આ છોકરીઓ દૂર રહેવુ પસંદ કરે છે.
4. પગ ફેલાવીને સૂવુ - આ રીતે સૂનારી યુવતીઓ ખુલા વિચારોની હોય છે. તે ખૂબ સારી મિત્ર પણ હોય છે અને તેને રોકટોક કરનારા છોકરાઓ બિલકુલ ગમતા નથી.
5. સોફ્ટ ટૉય પકડીને સુવુ - ઓશિકુ કે પછી સોફ્ટ ટોયને વળગીને સૂનારી યુવતીઓને સુંદર સપના જોવાનો શોખ હોય છે.. તેમને કેયર કરનારા છોકરા પસંદ પડે છે.