દરેક મુશ્કેલ સમયનુ સમાધાન છે આ 10 આધ્યાત્મિક સ્થળોમા

દરેક મુશ્કેલીનો કોઈને કોઈ ઉપાય જરૂર હોય છે અને ઉપાયની શરૂઆત થાય છે કોઈ પવિત્ર સ્થાનની યાત્રાથી. જો તમે પણ કોઈ ચિંતા કે મુશ્કેલીમાં છો તો અહી બતાવેલ કોઈ એક સ્થળે જરૂર જાવ

social media

કિસ્મત સૂઈ ગઈ હોય તો ઉજ્જૈન મહાકાલ

નસીબ વારેઘડીએ દગો આપી રહ્યુ છે અને લાખ કોશિશ છતા કામ નથી બની રહ્યુ તો ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર જરૂર જાવ. ત્યાની આરતી અને હવા તમારુ ભાગ્ય બદલી નાખશે

લગ્નમાં અડચણ આવે તો કામાખ્યા મંદિર

લગ્નનુ માંગુ બનતા બનતા રહી જાય છે કે પછી લગ્ન તૂટી જાય છે કે પછી લગ્ન આગળ નથી વધતુ તો કામાખ્યા મંદિર જરૂર જાવ આ શક્તિપીઠ માત્ર મંદિર જ નહી પણ ઉર્જાનુ કેન્દ્ર છે જ્યા મનની ગાંઠો ખુલે છે

કર્જથી મુક્તિ જોઈએ તો ત્ર્યંબકેશ્વર

કર્જ માથા પરથી ઉતરવાનુ નામ નથી લઈ રહ્યુ કે દર મહિનાની શરૂઆત ઉધારીથી થાય છે તો નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ જવુ જોઈએ અહી પૂજા અને રૂદ્રાભિષેક કર્જથી મુક્તિ અપાવશે

આત્મા દુખી થાય તો વૃંદાવન

જ્યારે માણસ અંદરથી તૂટે છે બધુ જ તેની પાસે હોવા છતા પણ અધૂરાપણુ અનુભવ કરે છે. તો તેનો મતલબ આત્મા રડી રહી છે. આવા સમયે વૃંદાવન જાવ. જ્યા રાધા રાની નુ નામ લો

મૃત્યુનો ભય હોય તો - કાશી વિશ્વનાથ

વારેઘડીએ મનમાં મૃત્યુનો ડર આવે છે આ જીવનનુ કોઈ મોટુ સંકટ માથા પર છે તો કાશી જરૂર જાવ. જ્યા બાબા વિશ્વનાથના દર્શન માત્રથી વિશ્વાસ મળે છે કે ભલે કશુ પણ થાય પણ છેવટે મોક્ષ જરૂર મળશે.

પૈસો ટકતો ન હોય તો ખાટૂ શ્યામ

પૈસા આવતા જ જતા રહે છે કે કેટલી પણ કોશિશ કરો પણ હાથ ખાલી જ લાગે છે તો ખાટૂ શ્યામના દરબારમા માથુ નમાવો. ત્યાનુ નામ લેવાથી ધન ટકે છે

મન બેચેન હોય તો - શાંતિ નિકેતન

મનને શાંતિ નથી મળી રહી.. દરેક વખતે બેચેનીથી ધેરાયેલા રહો તો શાંતિ નિકેતન ચાલ્યા જાવ, આ સ્થાન જ્ઞાન આપવાની સાથે આત્માને પણ આરામ આપે છે. નહી તો મન દરેક જન્મમાં ભટકતુ રહેશે

મન ભટકતુ રહે તો - તિરુપતિ બાલાજી

જો લાગી રહ્યુ છે કે જીવનમાં કોઈ દિશા નથી બચી તો તિરુપતિ બાલાજીના ચરણોમાં જાવ. ત્યાનો અનુભવ એટલો દિવ્ય હોય છે કે મન આપમેળે જ રાસ્તો પકડી લે છે.

રાહુ-કેતુ પરેશાન કરી રહ્યા છે તો - કાલહસ્તી મંદિર

કુંડળીમાં રાહુ-કેતુ ભારે છે અને દરેક કામમાં અવરોધ આવી રહ્યો છે તો આંધ્ર પ્રદેશના કાલહસ્તી મંદિર જાવ, આ મંદિર ખાસ કરીને આ ગ્રહોના દોષને શાંત કરવા માટે ઓળખાય છે.

નક્ષત્ર બળી રહ્યુ હોય તો - પુષ્કર

જો જીવનમાં અચાનક દુખ આવવા માંડે કે પછી કોઈ કારણ વગર ઈર્ષાનો અનુભવ થઈ રહ્યો હોય તો પુષ્કર જવુ જોઈએ ત્યા બ્રહ્માજીનુ મંદિર છે. - આ દુનિયાનુ એકમાત્ર મંદિર છે. અહી જવાથી ઘણુ બધુ બદલી શકે છે.

મા સરસ્વતી ક્યા સમયે આપણી જીભ પર બેસે છે ? ત્યારે જરૂર કરો આ કામ

Follow Us on :-