મા સરસ્વતી ક્યા સમયે આપણી જીભ પર બેસે છે ? ત્યારે જરૂર કરો આ કામ
મા સરસ્વતી ક્યા સમયે આપણી જીભ પર બેસે છે
social media
હંમેશા આપણા ઘરના મોટા વડીલ જીભમાંથી સારી વાત કાઢવાની સલાહ આપે છે અને કોઈને કશુ ખરાબ બોલવાની પણ ના પાડે છે
હિન્દુ ધર્મમાં આની સાથે જોડાયેલ ખાસ માન્યતા છે. માન્યતાનુસાર એક વાર માતા સરસ્વતી આપણા જીભ પર બેસે છે જે જ્ઞાન અને બુદ્ધિની દેવી છે.
એવુ કહેવાય છે કે જે સમયે આપણી જીભ પર માતા સરસ્વતી બેસે છે એ સમયે નીકળેલા શબ્દો સાચા થઈ જાય છે.
શાસ્ત્રો મુજબ મા સરસ્વતી બ્રહ્મ મુહૂર્તમા આપણી જીભ પર આવીને બેસે છે. જે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચેનો સમય હોય છે. આ સમયે ઉઠવા અને બોલતા પહેલા આપણે આપણા શબ્દોની પસંદગી સાવધાનીથી કરવો જોઈએ.
એવુ કહેવાય છે કે આ સમયે આપણે સારી વાતો બોલીએ તો આપણા જીવનમાં સકારાત્મક પરિણામ આવી શકે છે.
જો નકારાત્મક શબ્દ બોલીએ તો આપણા જીવનમાં નકારાત્મકતા વધી શકે છે.
તેથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આપને આપણા શબ્દોનુ ધ્યાન રાખવુ જોઈએ અને સારી વાતો બોલવી જોઈએ. સાથે જ આ સમય આપણે ઈષ્ટ દેવતાના નામ જપ અને મંત્રોનુ ઉચ્ચારણ કરવુ જોઈએ
આ સમયે કોઈ વાત બોલવામાં આવે તો તેના સત્ય થવાની શક્યતા વધુ હોય છે અને આ વાતનો પ્રભાવ જીવન પર સીધો સાદો પડે છે.