આ મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ પાતળી થઈ જાય છે

જન્માષ્ટમીના ખાસ અવસર પર અનેક ભક્તો ભગવાન કૃષ્ણના મંદિરમાં દર્શન માટે આવે છે. આ મંદિર વિશે જાણીને તમે હેરાન થઈ જશો.

social media

દક્ષિણ ભારતમા એક એવુ કૃષ્ણ મંદિર છે જેની રહસ્યમયી સ્ટોરી વિશે દરેક જાણવા માંગે છે.

અમે વાત કરી રહ્યા છે તિરુવરપ્પુ શ્રીકૃષ્ણ મંદિરની જે કેરલ કોટ્ટાયમ જીલ્લાના તિરુવેરપુમાં હાજર છે.

આ મંદિર લગભગ 1500 વર્ષ જુનુ પ્રાચીન મંદિર છે અને આ મંદિરને રહસ્યમયી મંદિર માનવામાં આવે છે.

માન્યતા મુજબ એવુ બોલવામાં આવે છે કે વનવાસ સમયે પાંડવ અહી ભગવાન કૃષ્ણની મૂર્તિની પૂજા-પાઠ કરતા હતા.

જ્યારે પાંડવ વનવાસ પુરો કરીને પરત જવા લાગ્યા તો મૂર્તિને તિરુવરપ્પુમાં જ છોડીને જતા રહ્યા.

પાંડવોના ગયા પછી સ્થાનીક માછીમારો મૂર્તિની પૂજા અર્ચના કરવા લાગ્યા અને મંદિરની પ્રસિદ્ધિ થવા લાગી.

પૌરાણિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણને ભૂખ લાગતી રહે છે. જેને કારણે તેમને 10 વાર ભોગ લગાવવામાં આવે છે.

માન્યતા છે કે સમય પર ભોગ નથી લાગતો તો તેમની ભૂખ પણ વધી જાય છે અને મૂર્તિ પાતળી થતી જાય છે.

Homemade White Butter Recipe : જન્માષ્ટમી પર ઘરે જ બનાવો શ્રીકૃષ્ણને પ્રિય માખણ

Follow Us on :-