Homemade White Butter Recipe : જન્માષ્ટમી પર ઘરે જ બનાવો શ્રીકૃષ્ણને પ્રિય માખણ
ભગવાન શ્રી કૃષ્ણને માખણ સૌથી વધુ ભાવે છે, જન્માષ્ટમીના અવસરે ભગવાનને સફેદ માખણ ચોક્કસ ચઢાવવામાં આવે છે. પરંતુ ઘરે બનાવેલ માખણની વાત જ જુદી છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી
social media
સફેદ માખણ બનાવવા માટે તમે રોજ દૂધની મલાઈ કાઢીને તેને કન્ટેનરમાં સ્ટોર કરો.
મલાઈને એક ઊંડા વાસણમાં કાઢો અને તેમાં 1 કપ બરફનું ઠંડુ પાણી અને 4 થી 5 બરફના ટુકડા નાખો.
તેમાં 2 ચમચી દહીં ઉમેરો અને તેને 6 કલાક માટે મુકી રાખો.
એક ઇલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર લો અને મિશ્રણને બ્લેન્ડ કરો.
મિશ્રણમાંથી નાના-નાના ચંક્સ નીકળવા લાગે ત્યાં સુધી તેને થોડીવાર ફેરવતા રહો.
ધીરે ધીરે બટરની લેયર ઉપર આવી જશે. બટરને બૉલની શેપ આપો. એક બાઉલમાં ઠંડુ પાણી લો અને આ બોલને તેમા નાખી દો.
તેનાથી બટરને યોગ્ય શેપ મળવા ઉપરાંત જો કોઈ સ્મેલ હશે તો એ પણ જતી રહેશે.
શ્રીકૃષ્ણને ભોગ લગાવવા માટે થિક અને સ્મુદ મિશ્રણ તૈયાર છે. આ હોમમેડ બટર એક બે અઠવાડિયા સુધી સારુ રહેશે.