નવરાત્રીમાં કેવી રીતે કરશો કન્યા પૂજન અને ભોજન ?
નવરાત્રિમાં કન્યા પૂજન અને કન્યા ભોજનું છે મહત્વ, જાણો તેના વિશે જરૂરી માહિતી
webdunia
ધાર્મિક માન્યતા અનુસાર, 2 થી 10 વર્ષની વયની છોકરીઓ કન્યા પૂજા માટે માન્ય છે.
ઓછામાં ઓછી 9 કન્યાઓની પૂજા કરવામાં આવે છે, જેમાં તેમને કુશ આસન અથવા લાકડાના પાટલા પર બેસાડીને તેમની પૂજા કરવામાં આવે છે.
સૌ પ્રથમ તેમના પગને પાણી અથવા દૂધથી ધોઈ લો. પછી મહાવરને તેમના ચરણોમાં મુકો અને તેમને ચુંદડી ઓ ઢાવીને શણગારો.
ત્યારબાદ તેમના કપાળ પર અક્ષત, ફૂલ અને કુમકુમનું તિલક લગાવીને તેમની પૂજા અને આરતી કરો.
પછી બધી છોકરીઓને ભોજન કરાવો. તેમજ એક લંગુરિયા (નાના છોકરા)ને ખીર, પુરી, પ્રસાદ, હલવો, ચણાનું શાક વગેરે ખવડાવો.
ભોજન કરાવ્યા પછી, તેમને દક્ષિણા આપો, રૂમાલ, ચુંદડી, ફળ અને રમકડાં આપીને અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમને ખુશીથી વિદાય કરો.
છોકરીઓને તિલક લગાવ્યા પછી, તેમના હાથમાં નાડાછડી બાંધીને, દક્ષિણા આપીને, તેમના આશીર્વાદ લેવામાં આવે છે અને પછી તેમને વિદાય આપવામાં આવે છે.
religion
ગુડી પડવા ની 10 શુભ પરંપરાઓ
Follow Us on :-
ગુડી પડવા ની 10 શુભ પરંપરાઓ