ગુડી પડવા ની 10 શુભ પરંપરાઓ

હિન્દુ નવા વર્ષને મહારાષ્ટ્રમાં ગુડી પડવો કહેવામાં આવે છે. હકીકતમાં આ દિવસે નવું વર્ષ શરૂ થાય છે, જાણો 10 પરંપરાઓ

wd

ઘરની સજાવટ: સૂર્યોદય પહેલા ઉઠીને, ઘરની સફાઈ કર્યા પછી, ઘરને તોરણ, મંડાણ અથવા રંગોળી વગેરેથી શણગારવામાં આવે છે.

ધ્વજ અને ગુડીઃ ગુડીને ઘરના દરવાજા પર ઊંચા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે અને ઘર પર કેસરી ધ્વજ લહેરાવવામાં આવે છે.

વાનગીઓ : આ દિવસે પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. જેમ કે પુરણ પોળી, શ્રીખંડ-પૂરી અને કેસરિયા ભાત.

સરઘસ અને મિલન સમારોહ: આ દિવસે સરઘસનું આયોજન કરવામાં આવે છે. પીળા કપડા પહેરેની લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.

કડવો લીમડોઃ આ દિવસે કડવા લીમડાનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

પૂજાઃ આ દિવસે શ્રી હનુમાન, શ્રી દુર્ગા, શ્રી રામ, શ્રી વિષ્ણુ, શ્રી લક્ષ્મી અને સૂર્યની પૂજા કરવામાં આવે છે.

શુભ કાર્યઃ આ દિવસે નવા સંકલ્પો, પાણીની પરબ લગાવવી, ગાયને ચારો ચડાવવો, હિસાબ ચોપડા બદલવો વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે.

દુર્ગા સપ્તશતી: આ દિવસથી બે દિવસ સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ અથવા રામ વિજય પ્રકરણનો પાઠ શરૂ થાય છે.

ભવિષ્યફળ: આ દિવસે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસેથી પંચાંગનું વાર્ષિક ભવિષ્યફળ સાંભળવામાં આવે છે.

ઘટ સ્થાપનાઃ આ દિવસથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જાય છે, ઘરોમાં ઘટસ્થાપના કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિ ઘટસ્થાપના અને પૂજાનો શુભ મુહુર્ત

Follow Us on :-