નારિયળ ભાત - નારિયળના દૂધ કે પાણીમાં ચોખા પલાળીને અથવા નારિયળના છીણને ચોખામાં મિક્સ કરીને બાફીને બનાવાય છે.
webdunia
પૂરણપોળી - આ માવો, ઘી, બેસન અને દૂધથી બને છે. ચણાની દાળમાં ગોળ મિક્સ કરીને તેને રોટલીમાં ભરવામાં આવે છે.
webdunia
શ્રીખંડ - કેસર ભેળવેલ શ્રીખંડનો ભોગ પણ લગાવાય છે. દહીથી બનેલ આ મિષ્ઠાનમાં કિશમિશ અને ચારોળી મિક્સ કરીને તેનો ભોગ લગાવો.
webdunia
કેળાનો શીરો - મેશ કરેલા કેળા, રવો અને ખાંડથી બનેલો શીરો સોજીના હલવા જેવો હોય છે. ગણપતિજીને કેળાનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે.
webdunia
પંજરી - ગણેશજીને પંજરીનો પ્રસાદ પણ અર્પિત કરવામાં આવે છે. ધાણા, મિશરી, ઈલાયચી વગેરે મિક્સ કરીને બને છે.
webdunia
રવા પોંગલ - તેને સોજી અને મગ સાથે ઘી મા મિક્સ કરીને બનાવાય છે. જેમા કિશમિશ, કાજૂ અને બદામ નાખવામાં આવે છે. આ એક રીતે મગનો હલવો જ છે.
webdunia
પાયસમ - તેને દૂધ અને ગોળ સાથે બનાવીને તેમા ભાત કે સેવઈ નાખવામાં આવે છે. ઉપરથી ઈલાયચી પાવડર ઘી અને ડ્રાય ફ્રૂટ્સ નાખવામાં આવે છે.
webdunia
ઘી ગોળનો નૈવેદ્ય - ગણેશજીને શુદ્ધ ઘી માં દેશી ગોળ મિક્સ કરીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત કિશમિશ, સાંકરિયા, નારિયળ અને મિશ્રીનો ભોગ લગાવાય છે.