Dev Diwali 2023 - દેવ દિવાળીના દિવસે કરો આ ખાસ કામ, ધનથી ભરાય જશે તમારી ધનની તિજોરી
કારતક મહિનાની પૂર્ણિમાનો દિવસ કારતક મહિનાનો અંતિમ દિવસ હોય છે. આ દિવસે દેવ દિવાળી પણ ઉજવાય છે. ખાસ કરીને વારાણસીમાં દેવ દિવાળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
social media
દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો.
social media
આ દિવસે ભગવાન વિષ્ણુનુ ચિત્ર કે મૂર્તિ પર તુલસીના 11 પાનને બાંધી દો. એવુ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન સંપત્તિની કમી થતી નથી અને ધનની તિજોરી હંમેશા ભરેલી રહે છે.
social media
દેવ દિવાળીના દિવસે લોટના વાસણમાં તુલસીના 11 પાન નાખીને છોડી દેવા જોઈએ. આવુ કરવાથી ઘરમાં શુભ પરિવર્તન જોવા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
social media
દેવ દિવાળી, અગિયારસ, અનંત ચતુર્દશી, દેવ શયની, દેવ ઉઠની, દિવાળી, ખરમાસ, પુરૂષોત્તમ માસ, તીર્થ ક્ષેત્ર, પર્વ વગેરે ખાસ અવસર પર વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી બધા અવરોધનો નાશ થાય છે.
social media
દેવ દિવાળીના દિવસે તુલસીના છોડ પર પીળા રંગનુ કપડુ બાંધી દો. માન્યતા મુજબ આ દિવસે આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં પ્રમોશન પણ મળે છે.
social media
દેવ દિવાળીના દિવસે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી બધા કષ્ટોનો નાશ થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે.
social media
દેવ દિવાળીના દિવસે ગંગા સ્નાન પછી દીપ-દાન જરૂર કરવુ જોઈએ. માન્યતા છે કે આ દિવસે દિપ દાન કરવાથી દસ યજ્ઞોના સમાન ફળ પ્રાપ્ત થાય છે.