Dev Uthani Ekadashi પર તુલસીજીને અર્પિત કરો આ એક વસ્તુ, પૈસાથી છલકાય જશે તિજોરી
આ વખતે દેવ ઉઠી અગિયારસનુ વ્રત 23 નવેમ્બરના રોજ ગુરૂવારે રાખવામાં આવશે. દેવ ઉઠી અગિયારસ પર શ્રીહરિ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગશે.
social media
આ દિવસે જે પણ જાતક વ્રત કરે છે તેના પર શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની પણ કૃપા વરસે છે.
એવુ કહેવાય છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે, તેથી દેવઉઠની અગિયારસ પર તેમના પ્રિય છોડને કેટલીક વસ્તુઓ અર્પિત કરવી જોઈએ.
ચાલો જાણીએ એ વસ્તુ વિશે જેને દેવઉઠની એકાદશી પર માતા તુલસીને અર્પિત કરવી જોઈએ.
લાલ ચુંદડી - દેવ ઉઠી અગિયારસ પર તુલસી માતાને લાલ રંગની ચુંદડી ચઢાવો. એવુ કહેવાય છે કે આ દિવસે માતા તુલસીને લાલ ચુંદડી ચઢાવવાથી જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.
પીળો દોરો - દેવ ઉઠી અગિયારસ પર એક પીળા દોરોમાં 108 ગાંઠ બાંધો અને આ દોરો તુલસીના કુંડાને બાંધો. ત્યારબાદ માતા તુલસી સામે પ્રાર્થના કરો.
લાલ દોરો - દેવ ઉઠી અગિયારસના દિવસે તુલસીને નાડાછડી જરૂર બાંધો, આવુ કરવાથી જીવનની બધી મનોકામનાઓ પુરી થઈ જશે અને શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે.
કાચુ દૂધ - આ દિવસે માતા તુલસી પર કાચુ દૂધ અર્પિત કરો. એ પહેલા તુલસી સામે દિવો પ્રગટાવો પછી તેમની સામે પ્રાર્થના કરો.
તુલસીદળ - દેવ ઉઠની અગિયારસ પર શ્રી હરિને 11 તુલસી દળ અર્પિત કરો. જે લોકોના લગ્નમાં મુશ્કેલી આવી રહી છે કે પછી જેમના લગ્ન નથી થઈ રહ્યા તે લોકો આ ઉપાય જરૂર અજમાવે.