નસકોરા કેમ આવે છે ? જાણો આલ્કોહોલ સાથે શુ છે કનેક્શન

આવો જાણીએ નસકોરા શું છે, નસકોરા કેમ આવે છે અને દારૂ સાથે તેનો શું સંબંધ છે

સૂવા દરમિયાન શ્વાસ લેતી અને છોડતી વખતે ગરદનના સૉફ્ટ ટિશ્યુમાં એક પ્રકારનુ કંપન થાય છે. આવુ થતા નસકોરાનો અવાજ આવે છે.

આવી સ્થિતિમાં શ્વાસ જનારો રસ્તો બ્લોક થવા માંડે છે અને એક વાઈબ્રેશન ઉભુ થાય છે. જેના પરિણામ સ્વરૂપ નસકોરાનો અવાજા આવે છે.

કારણ

આલ્કોહોલની ટેવ, કોઈ પ્રકારની એલર્જી, વધુ વજન અને સાઈનસ કે મોઢાની આંતરિક સંરચનામાં કોઈ પ્રકારની ગડબડ

નસકોરા લેનારા મોટાભાગના દર્દીઓની ઉંઘ પુરી થતી નથી.

નસકોરા લેનારાઓને સવારે કોઈ વસ્તુમાં મન નથી લાગતુ. માથાનો દુખાવો થવો અને ગળામાં પરેશાની થાય છે.

નસકોરા રોકવા માટે સૌથી પહેલા દારૂથી દૂર રહો. કારણ કે તેનાથી માંસપેશીઓ એટલી રિલેક્સ થઈ જાય છે કે એયર-વે સંકોચાઈ જાય છે. પરિણામ સ્વરૂપ નસકોરા બોલે છે.

આ ઉપરાંત વજનને કંટ્રોલમાં રાખો અને નાક કાન ગળા અને મોઢાને સાફ રાખો.

Winter Health Care - શિયાળામાં બાજરો ખાવાથી શુ ફાયદો થાય છે ?

Follow Us on :-