સ્પાઈડર-મેનના ચાહકો માટે, સ્પાઈડર-મેન: એક્રોસ ધ સ્પાઈડર-વર્સ 1 જૂને રિલીઝ થશે. આ ફિલ્મને ઘણી ભાષાઓમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી રહી છે.
સારા અલી ખાન અને વિકી કૌશલની ફિલ્મ જરા હટકે જરા બચકે 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત આ જ દિવસે ફિલ્મ 'ચિડિયાખાન' પણ રિલીઝ થવાની છે.
હોલીવુડ મૂવી ટ્રાંસફોમર્સ - રાઈજ ઓફ ધ બીસ્ટસ ને અનેક ભાષાઓમાં ડબ કરીને 9 જૂનના રોજ રજુ કરવામાં આવી રહી છે.
શાહિદ કપૂરની એક્શન ફિલ્મ બ્લડી ડેડી 9 જૂનના રોજ જિયો સિનેમા પર રજુ થવા જઈ રહી છે.
ફ્લેશ 15 જૂને ડબ અને રિલીઝ થઈ રહી છે.
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ આદિપુરુષ 16મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સત્યપ્રેમ કી કથા 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.