જે ઘરમાં આપણે રહીએ છીએ, ત્યા સકારાત્મકતા અને પવિત્રતા હોય તો કાર્યોમાં અવરોધ આવતો નથી. સફળતા મળે છે અને પરિવારમાં ખુશહાલી કાયમ રહે છે. ઘરનુ મુખ્ય દ્વાર આપણી સુખ સમૃદ્ધિને વધારવામાં વિશેષ ભૂમિકા ભજવે છે. દરવાજો જો શુભ લક્ષણવાળો હોય તો ઘરમાં ગરીબી પ્રવેશ કરી શકતી નથી. શુભ દરવાજો દેવી-દેવતાઓને પણ આકર્ષિત કરે છે.
જાણો અમારા એસ્ટ્રોલોજર શતાયુ મુજબ દરવાજાને શુભ બનાવવાના ખાસ ઉપાય
1. ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ કે કેરીના પાનનુ તોરણ બનાવીને લગાવો. પાન સૂકાય જાય તો નવુ તોરણ બનાવીને લટકાઓ. આવુ કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે.
2. મુખ્ય દ્વાર પશ્ચિ દિશામાં હોય તો રવિવારે સૂર્યોદય પહેલા દરવાજા સામે નારિયળની સાથે થોડા સિક્કા મુકીને કોઈ લાલ કપડામાં બાંધો અને દરવાજા પર લટકાવી દો.
3. ઉત્તર દિશાનો દરવાજો લાભદાયક હોય છે. આ દિશામાં દરવાજો હોય તો ભગવાન વિષ્ણુની પૂજા રોજ કરો. પીળા ફૂલની માળા બનાવો અને દરવાજા પર લગાવો
4. દક્ષિણ દિશામાં દરવાજો હોય તો બુધવાર કે ગુરૂવારે લીંબૂ કે સાત કોડિયો દોરામાં બાંધીને દરવાજા પર લટકાવી દો.
5. મુખ્ય દરવાજા પર કોઈ પવિત્ર ચિહ્ન લગાવો. જેવા કે ૐ, શ્રીગણેશ, સ્વસ્તિક, શુભ-લાભ વગેરે. આવુ કરવાથી ઘરે બધા દેવી-દેવતાઓની કૃપા રહે છે અને ખરાબ નજરથી ઘરની રક્ષા થાય છે.
6. ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશા તરફ છે તો ઘરની અંદર એક વાસણમાં પાણી ભરો અને તેમા ફૂલની પાંખડીઓ નાખો. આ ઉપાય રોજ કરો.
7. જો ઘરનો દરવાજો પૂર્વ દિશામાં હોય તો કોઈપણ સોમવારે એક રૂદ્રાક્ષ દરવાજા વચ્ચે લગાવી દેવો જોઈએ. આ ઉપાયથી ઘરમાં નકારાત્મકતા નથી આવતી