Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તિજોરીમાં આપો આ વસ્તુઓને સ્થાન, બની જશો ધનવાન

તિજોરીમાં આપો આ વસ્તુઓને સ્થાન, બની જશો ધનવાન
, શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (15:15 IST)
પૈસા મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરતા રહે છે. પણ અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળતી.  એવુ કહેવાય છે કે સફળતા મેળવવા માટે ભાગ્યનો સાથ હોવો ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ઉપાય જેને અપનાવવાથી ભાગ્ય તમારો સાથ આપશે અને તમને ઈચ્છિત કામમાં સફળતા મળશે. 
 
1. ઘરમાં બરકત લાવવા માટે તમારે કેટલાક ઉપાય કરવા પડશે. આ માટે તમને ચંદનના અત્તરની જરૂર પડશે. ઘરમાં બરકત લાવવા માટે તમે તિજોરીમાં કેટલીક નોટો પર ચંદનનુ અત્તર લગાવી રાખો. તેનાથી તમને થોડા જ દિવસમાં  તેનુ ફળ દેખાવવા માંડશે. 
 
2. ઘરમાં બરકત લાવવા માટે તમે કેટલાક નાના નારિયળ અને કોડી લઈ આવો. હવે તિજોરીમાં 5 નાના નારિયળ અને 5 કોડીને પીળા કપડામાં બાંધીને મુકો. તેનાથે ઘરમાંથી ગરીબી દૂર થવા માંડશે. 
 
3. એવુ કહેવાય છે કે મોરના પાંખને તિજોરીમાં મુકવાથી ઘરમાં બરકત આવવા માંડે છે.  તમે પણ તેને તમારા ઘરની તિજોરીમાં મુકો. તેનાથી ઘરમાં પૈસો આવશે.
 
4.  એ જ રીતે ઘરમાં બરકત લાવવા માટે તમે તિજોરીમાં 11 ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધીને મુકવાથી પૈસાનુ આગમન થાય છે. 
 
આ આલેખમાં આપવામાં આવેલ માહિતી પર અમે દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સત્ય અને સટીક છે અને તેને અપનાવવાથી અપેક્ષિત પરિણામ મળશે. તેમને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે મહાશિવરાત્રિ, રાશિ મુજબ કરો આ ઉપાય