જ્યારે નવો પાક આવે છે ત્યારે સારી જાતનું ખાદ્યાન્ન બજારમાં ઉપલબ્ધ થાય છે. દરેક માણસ પોતાના પરિવાર માટે યોગ્ય સમયે સારી કિંમતનું ખાદ્યાન્ન એકત્રિત કરવા માંગે છે. ઘરના જે ખુણાની અંદર આ ખાદ્યાન્નનો સંગ્રહ કરવામાં આવે છે તેને સ્ટોર રૂમ કહે છે. સ્ટોર રૂમની અંદર જ ઘરનું અન્ય કરિયાણું લાવીને રાખવામાં આવે છે જેથી કરીને રોજ-રોજ ઘરનું કરિયાણું લાવવામાં સમય ન બગાડવો પડે. એટલા માટે સ્ટોર રૂમને ઘરનો એક મહત્વપુર્ણ અંગ માનવામાં આવે છે. સ્ટોર રૂમ ઘરની અંદર ક્યાં અને કઈ જગ્યાએ છે તેનાથી જ તે ઘરની અંદર રહેનારાઓની આર્થિક, માનસિક અને શારીરિક સ્થિતિની જાણ થાય છે. તો આવો જાણીએ કેવી રીતે સ્ટોર રૂમનો પ્રભાવ ઘરની અંદર રહેનારાઓ પર પડે છે.
* પૂર્વ - આ દિશામાં ઘરનો સ્ટોર રૂમ હોય તો મુખીયાને ઘરની આજીવિકા માટે ખુબ જ યાત્રાઓ કરવી પડે છે.
* અગ્નિ ખુણો- આ ખુણાની અંદર આવેલ કિચનમાં જો વધારે ખાવાની સામગ્રી રાખી હોય તો ઘરના મુખીયાની આવક ઘરના ખર્ચાઓને લીધે ઓછી હોવાને લીધે તેની પર કર્જ ચડેલો રહે છે.
* દક્ષિણ - આ ખુણામાં જો ઘરનો સ્ટોર રૂમ હોય કે ખાદ્યાન્ન રાખેલ હોય ત્યાં રહેનાર ભાઈઓની અંદર અસમજ, વિવાદ અને ઝઘડો રહે છે.
* નૈઋત્ય : અહીંયા જો ખાદ્યાન્ન એકત્રિત કરવામાં આવે તો તેની અંદર કીડા પડવાની પડવાની ફરિયાદ રહે છે.
* પશ્ચિમ : અહીંયા ખાદ્યાન્નનો સંગ્રહ કરવામાં આવે તો ઘરના બાળકો યાત્રાથી સંબંધિત કાર્યક્ષેત્રમાં અને વ્યાપારિક સોદાઓની અંદર લાભ મેળવે છે. ઘરનો મુખી બુદ્ધિમાન થાય છે પરંતુ ઘરનો મુખી પોતાની પત્નીના હોવા છતાં પણ દુર્ઘટનાવશ અન્ય કોઈ સ્ત્રીના ચક્કરમાં ફસાઈ જાય છે.
* વાયવ્ય : અહીંયા પર અનાજનો સંગ્રહ કરવાથી ખુબ જ શુભ થાય છે. જો સ્ટોર રૂમની અંદર જ પુજાનું સ્થાન હોય તો ખુબ જ સારૂ રહે છે. ત્યાં રહેનાર પરિવાર આર્થિક રીતે સંપન્ન થઈને માન-સમ્માન મેળવે છે.
* ઉત્તર : અહીંયા પર અનાજ રાખવામાં આવે તો તે તેવું દર્શાવે છે કે ઘરનો મુખી બુદ્ધિમાન અને રોમેંટીક તબિયતનો છે તેને સ્ત્રી તેમજ પુરૂષ મિત્રોની સાથે મિત્રતાને લીધે બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની પત્નીમાં કોઈ દોષ હોય છે જેથી ગર્ભધારણમાં તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
* ઈશાન : અહીંયા જો સ્ટોર રૂમ હોય તો ઘરનો મુખી ફરવાનો શોખીન હોય છે તેમજ માતા પક્ષને સંબંધી ધાર્મિક તેમજ દાન-પુણ્ય કરનાર હોય છે.