Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિ - આ દિવસે કરશો આ 5 કામ તો થશો માલામાલ

15 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિ - આ દિવસે કરશો આ 5  કામ તો થશો માલામાલ
, મંગળવાર, 14 જાન્યુઆરી 2020 (05:27 IST)
ઉત્તરાયણના પર્વનો વિશેષ લાભ ઉઠાવવો જોઈએ. આ દિવસે કેટલીક ખાસ બાબતો કરવાથી આ જીવનની જ નહિં પણ પેઢીઓથી ચાલી આવતી દારિદ્રતા નાશ પામે છે. આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ નહીં, 15 તારીખે ઉજવાશે. 14 જાન્યુઆરીએ મોડી રાત્રે સૂર્ય રાશિ બદલશે, જેને લઇને એક દિવસ બાદ એટલે કે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવાશે. આ દિવસ પર અમૃત સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ, સિદ્ધિ અને રવિ યોગ રહેશે. આ ત્રણેય યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં પૂજા-પાઠ કરવાથી શુભ ફળ મળે છે.
 
મકર સંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ છે. ત્યારે જો તમે પણ ઇચ્છો છો કે આ વર્ષ તમારૂ સારૂ જાય અને ઘરમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ વધે તો આ પાંચ કરવાથી ફાયદો થશે. 
 
મકર સંક્રાંતિના દિવસે કરો જાપ -  મકર સંક્રાંતિના દિવસે વહેલા ઉઠો, અને સ્નાન કરતા સમયે તમામ પવિત્ર તીર્થો અને નદીઓના નામનો જાપ કરો, આમ કરવાથી ઘર પર તીર્થ સ્નાન કરવાનું પુણ્ય મળે છે.
 
સૂર્ય દેવને જળ અર્પણ કરો - વહેલી સવારે ઊઠી સ્નાન કર્યા બાદ તાંબાના લોટામાં લાલ ફૂલ અને ચોખા નાખી સૂર્ય દેવને જળ અર્પણ કરો. અને સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃનો જાપ 108 વખત કરો.
 
તુલસીની પરિક્રમા કરો - સૂર્ય દેવને જળ અર્પણ કર્યા બાદ ઘર પર તુલસી ક્યારો હોય ત્યાં જળ અર્પણ કરી તેનો જાપ કરો અને બાદમાં 7 વાર પરિક્રમા કરો. જો ઘર પર તુલસી ક્યારો ન હોય તો મંદિરે જઇને પણ તમે આ કાર્ય કરી શકો છો.
 
ગોળ અને કાળા તલનું કરો દાન - મકર સંક્રાંતિ પર કોઇ પણ મંદિરે જઇ ગોળ અને તલનું દાન કરો. ભગવાનને ગોળ-તલના લાડુનો ભોગ ધરાવો અને તે પ્રસાદ ભક્તોને આપો.
 
શિવ મંદિરમાં કરો પૂજા-પાઠ - મકર સંક્રાંતિના પર્વ પર દાનની સાથે પૂજા-પાઠનું પણ એટલું મહત્વ હોય છે. જેથી આ દિવસે શિવમંદિરે જઇ શિવલિંગ પર કાળા તલ ચઢાવી જળ અર્પણ કરો. અને ઓમ સાંબ સદા શિવાય નમઃ મંત્રનો જાપ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિદેવ મહિમા : શનિદેવની કૃપા કેવી રીતે મેળવશો