Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી સ્પેશિયલ રેસીપી- દિવાળીના તહેવાર પર બનાવો આ 4 ખાસ ફરસાણ, જરૂર ટ્રાય કરો રેસિપી

દિવાળી સ્પેશિયલ રેસીપી- દિવાળીના તહેવાર પર બનાવો આ 4 ખાસ ફરસાણ, જરૂર ટ્રાય કરો રેસિપી
, રવિવાર, 27 ઑક્ટોબર 2024 (18:04 IST)
Easy and Quick Diwali Snacks : દિવાળીના તહેવાર પર મિઠાઈઓ જ નહી પણ જુદા-જુદા ચવાણુ કરકરિયા ડિશ ઘરોમાં બને છે. ધનતેરસથી શરૂ થતા આ તહેવાર પર અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરીને દિવાળીની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. ચાલો અહીં દિવાળી પર બનતી 3 મસાલેદાર ખારી વાનગીઓની રેસિપી જાણીએ-
 
ખસ્તા મઠરી 
સામગ્રી: 500 ગ્રામ મેંદો, 1 નાની ચમચી અજમો, 10 ગ્રામ કાળા મરી, સ્વાદ મુજબ મીઠું, તળવા અને તેલ 
 
ખસ્તા મઠરી બનાવવા માટે સૌપ્રથમ મેંદો અને મીઠું મિક્સ કરીને ચાળી લો. તેમાં બે ટેબલસ્પૂન તેલ મિક્સ કરો, તેમાં કરકરી વાટેલા કાળા મરી અને અજમો ઉમેરો અને સખત લોટ બાંધો. ત્યાર બાદ તેને થોડી વાર ભીના કપડાથી ઢાંકીને રાખો. હવે લોટના નાના-નાના ગોળા બનાવીને નાની સાઈઝની પુરીઓ બનાવો અને તેને 4-5 જગ્યાએ ચમચી વડે સ્પર્શ કરો.
 
તેમને બનાવ્યા પછી, તેમને કપડા પર ફેલાવો. બધી મઠરી તૈયાર થઈ જાય પછી, તેને ગરમ તેલમાં ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી તળો. ઠંડું થઈ જાય પછી, ક્રિસ્પી મઠરીને એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. દિવાળીના પવિત્ર તહેવાર પર બનેલી આ મઠરી લાંબા સમય સુધી બગડતી નથી. તમે તેને 15-20 દિવસ માટે સરળતાથી સ્ટોર કરી શકો છો.


2. મઠિયા 
મઠીયા બનાવવાની રીત
 
સામગ્રી : એક કિલો મઠનો લોટ, 200 ગ્રામ અડદનો લોટ, 50 ગ્રામ સફેદ મરચું, 5 ટેબલ સ્પૂન મીઠુ અથવા સ્વાદ પ્રમાણે મીઠુ, 100 ગ્રામ દળેલી ખાંડ,અજમો 2 ટી સ્પૂન, તળવા માટે તેલ (પાતળાં મઠિયામાં હળદર નાખવી નહી)
 
બનાવવાની રીત - 
- એક કપ ગરમ પાણીમાં ખાંડ ઓગાળી લો, 
- એક કપ પાણીમાં સફેદ મરચુ, મીઠું અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- બંને લોટને બરાબર મિક્સ કરી લો. 
- હવે તેમા ખાંડનુ પાણી અને સફેદ મરચાનુ પાણી નાખી કઠણ લોટ બાંધો. 


 
ભાખરવડી બનાવવાની રીત
 
લોટ માટે 
મેંદો - 1.5 કપ 
ચણાનો લોટ - 1 કપ 
1/2 ટી સ્પૂન હળદર
મીઠુ 
તેલ (મોયણ માટે )
 
ભરાવનની સામગ્રી -  2 ચમચી સૂકા નારિયેળનું છીણ, વરિયાળી, જીરુ, ખસખસ 2-2 ચમચી, આખા ધાણા 2 ચમચી,  ટેબલસ્પૂન ગરમ મસાલો, મીઠું, મરચું, ખાંડ, આમચૂર પાવડર અથવા એક લીંબુનો રસ, લસણ 7 કળી, લીલા મરચા, 1 ઈંચ આદિ 
 
બનાવવાની રીત 
વરિયાળી, જીરુ,  ખસખસ, ધાણા અને તલ સેકીને અધકચરા વાટી લો. લસણ, આદુ, મરચાનુ પેસ્ટ બનાવો.  હવે કોપરાના છીણમાં વાટેલા ખસખસ ધાણા, આદુ મરચાનુ પેસ્ટ, મરચુ મીઠુ, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્સ કરો.  
 
લોટ બાંધવા - મેંદો, ચણાના લોટ અને મેંદો ઘઉંના લોટને મિક્સ કરીને મીઠુ અને તેલ નાંખી તેનો સહેજ કડક લોટ બાંધો. આ લોટ પર ભીનુ કપડુ રાખી તેને ઢાંકી દો.
 
બનાવવાની રીત  - બાંધેલા લોટના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. એક વાડકીમાં આમલી અને ખાંડની પાતળી ચટણી બનાવો અને તેને રોટલી પર ચોપડો પછી આ રોટલી પર ભરાવનની એક ચમચી નાખો અને કિનાર પર છોડીને પથારી દો. આવુ કરવાથી મસાલો ચોંટી રહેશે. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ રોલ ને પ્રોપર સીલ કરી લો અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો. આ રેસિપી થી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. 


ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત
 
આ લેખમાં અમે તમને ઘઉંના લોટમાંથી ચકરી કેવી રીતે બનાવવામાં આવે છે આ જણાવીશું 
 
સામગ્રી 
 
ઘઉંના લોટને એક મલમલના કપડામાં મૂકીને પોટલી બાંધી લો 
 
એક પ્રેશર કુકર લો અને તેમાં ૨ કપ પાણી નાંખો અને એક સ્ટેન્ડ મૂકીને તે પોટલીને મૂકી દો.
 
તે પછી તેને પ્રેશર કૂકરની સીટા કાઢીને ૧૫ મિનિટ સુધી બાફી લો.
 
આમ કર્યા પછી લોટને મલમલના કપડામાંથી કાઢીને થોડું ઠંડું થવા દો. 
 
લોટ કઠણ થઈ ગયો હશે તો તેને મસલીને બારીક કરીને ચાલણીથી ચાણી લો 
 
હવે બાઉલમાં લોટને કાઢીને આદું-લીલા મરચાની પેસ્ટ, તલ, લાલ મરચું પાઉડર, હળદર, ૧/૨ કપ દહીં, તેલ અને મીઠું નાંખો.
 
આ બધી સામગ્રી મિક્સ કરીને કડક લોટ બાંધો.
 
હવે ચકરીના સંચામાં ચકરીની જાળી લગાવીને લોટ સેટ કરો 
 
હવે ધીમે ધીમે કરીને ચકરી બનાવો. 
એક કડાઈમાં મધ્યમ આંચ ઉપર તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થઈ ગયા પછી તેમાં ૪-૫ ચકરી નાખીને તેને ક્રિસ્પી અને સોનેરી ભૂરી થાય ત્યાં સુધી તળી લો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા