Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિક્ષણ બજેટ 2020 - દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ, ડિગ્રી મળશે ઓનલાઈન

શિક્ષણ બજેટ 2020 - દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ, ડિગ્રી મળશે ઓનલાઈન
, શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (12:16 IST)
નિર્મલા સીતારમણે બજેટ 2020 શિક્ષણ ક્ષેત્ર માટે 99300 કરોડ રૂપિયા અને કૌશલ વિકાસ માટે 3000 કરોડ રૂપિયાનુ એલાન કર્યુ છે. બીજી બાજુ તેમણે કહ્યુ કે હવે ઓનલાઈન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવાશે અને આ માટે ટૂંક સમયમાં જ સરકાર તરફથી નવી શિક્ષણ નીતિનુ એલાન કરવામાં આવશે.  જીલ્લા હોસ્પિટલમાં હવે મેડિકલ કોલેજ બનાવવાની યોજના પણ બનાવાશે. યુવા ઈંજીનિયર્સને ઈંટરશિપની સુવિદ્યા આપવામાં આવશે. 
 
નાણાકીય મંત્રીએ કહ્યુ કે ઉચ્ચ શિક્ષાને શ્રેષ્ઠ બનાવવા માટે સરકાર કામ કરી રહી છે. દુનિયાના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટે સુવિદ્યાઓ આપવામાં આવશે. ભારતીય વિદ્યાર્થીઓને પણ એશિયા, અમેરિકાના દેશોમાં મોકલવામાં આવશે.  રાષ્ટ્રીય પોલીસ વિશ્વવિદ્યાલય, રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.  ડોક્ટરો માટે એક બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે જેથી પ્રૈક્ટિસ કરનારા ડોક્ટરોને પ્રોફેશનલ વાતો વિશે શિખવાડી શકાય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજેટ 2020 - જાણો બજેટમાં ખેડૂતો માટે શુ છે ખાસ