Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Budget - બજેટ પહેલા કરી ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત

Gujarat Budget - બજેટ પહેલા કરી ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત
, મંગળવાર, 2 જુલાઈ 2019 (13:06 IST)
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યનું બજેટ રજૂ કરવા જવાના છે વિધાનસભા ચોમાસુ સત્રનો આજથી શરૂ થઈ રહ્યું છે. ગુજરાતનું આ બજેટ નાણાંમંત્રી નીતિન પટેલ રજૂ કરશે. પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરી મધ્યમ વર્ગ અને ખેડૂતોને રીઝવવાના ભાજપ સરકારના તમામ પ્રયાસો કરશે. બજેટ પહેલાં કોંગ્રેસે આજે કિસાન યાત્રાનું આયોજન કર્યુ છે તેને પગલે વિધાનસભા ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત 
ગોઠવવામાં આવ્યો છે.
 
નીતિન પટેલ દ્વારા આજે બજેટ પહેલા મહત્વની ખેડૂતલક્ષી જાહેરાત કરાઇ હતી બજેટ રજૂ કરતાં પહેલા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ બજેટ નવી દિશાનું વિકાસલક્ષી અને પ્રજાલક્ષી બજેટ હશે. ગુજરાતના બજેટમાં મોદી સરકારના એજન્ડા પર ધ્યાન આપવામાં આવશે. અષાઢી બીજથી નર્મદા બંધના દરવાજા ખોલી કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરીશું. નર્મદા પાણીના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેતરો માટે પાણી છોડવામાં આવશે. સરદાર સરોવર ડેમમાં અત્યારે લગભગ 119 મીટર કરતા વધુ પાણી આવ્યું છે. ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ છૂટો છવાયો વરસાદ થયો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આકાશ વિજયવર્ગીય પર મોદી સખત, બોલ્યા - કોઈનો પણ પુત્ર કેમ ન હોય, પાર્ટીમાંથી તેને બહાર કરવો જોઈએ