નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2019 રજુ કર્યુ. આ અવસર પર તેમને બાકી સેક્ટર્સ સાથે કૃષિ સેક્ટર્સની પણ વાત કરી. સીતારમણે જણાવ્યુ કે ખેડૂતો અને ગ્રામીણ ભારત માટે સરકરે અત્યાર સુધી શુ કર્યુ છે અને આગળ શુ કરવાની તેમની શુ કરવાની યોજનાઓ છે.
સીતારમણે મહાત્મા ગાંધીની કહેલી વાતથી શરૂઆત કરી. તેમણે કહ્યુ કે અસલી ભારત તો ગામમાં રહે છે અને ગામ તેમજ ખેડૂતો તેમની દરેક યોજનાનુ કેન્દ્ર બિંદુ રહેશે.
- ખેડૂતોના જીવન અને વ્યવસાય સહેલા બનાવવા માટે કામ કરાશે. સરકાર કૃષિ અવસરંચનામાં રોકાણ કરશે. આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી ખેડૂતની આવક બમણી કરવાની કોશિશ
- અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર થશે કામ. ખેડૂતોના ઉત્પાદ સાથે જોડાયેલ કાર્યોમાં પ્રાઈવેટ આંત્રપ્રેન્યોરપિશને વધારવામાં આવશે.
- સીતારમણે કહ્યુ કે 2024 સુધી ગામના દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. તેમા દરેક ઘરમાં ટાંકી દ્વારા પાણી પહોંચાડાશે. તેમણે જ્ણાવ્યુ કે આ કામ જળ જીવન મિશન હેઠળ કરવામાં આવશે. આમા દરેક ઘરમાં પીવાનુ પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરાશે.
- નાણાકીય મંત્રીએ કહ્યુ કે પ્રધાનમંત્રી રહેઠાન યોજના-ગ્રામીણ હેઠળ 2019-20 થી 2021-22 સુધી પાત્રતા રાખનારા લાભાર્થીઓને 1.95 કરોડ મકાન આપવામાં આવશે. તેમા રસોઈ ગેસ વીજળી અને ટોયલેટ જેવી સુવિદ્યા રહ્શે. તેમણે કહ્યુ કે પહેલા મકાન બનાવવા માટે 314 દિવસ લાગતા હતા હવે 114 દિવસ લાગે છે.
- ગ્રામ માર્ગ યોજના પર નાણામંત્રીએ કહ્યુ કે યોજનાનો 97 ટકા લક્ષ્ય પુરુ થઈ ચુક્યુ છે. આવનારા વર્ષમાં 1,25,000 કિલોમીટર માર્ગ બનવા માટે 80,250 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી ગામના માર્ગનો 30,000 કિલોમીટર સુધીનો ભાગ ગ્રીન તકનીકથી બન્યો છે. તેમા વેસ્ટ પ્લાસ્ટિક અને કોલ મિક્સ્ડ ટેકનોલોજીથી કાર્બન ફુટપ્રિંટને ઓછુ કરવામાં આવ્યુ છે.
- ઉજ્જવલા યોજના હેઠળ ગામને મળનારી એલપીજી કનેક્શન, વીજળીની સુવિદ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. 2022 સુધી બધા ગામની બધી ફેમિલીને વિજળી અને એલપીજી ગેસની સુવિદ્યા આપવામાં આવશે. સીતારમણે કહ્યુ કે જે લોકો કનેક્શન નથી લેવા માંગતા તેમને છોડીને 2022 સુધી દરેક ગ્રામેણ પરિવાર વીજળી કનેક્શન અને સ્વચ્છ ઈંધણ આધારિત રસોઈ સુવિદ્યા મળશે.
- આગામી 5 વર્ષમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવાશે.
- 2019-20 દરમિયાન 100 નવા વાંસ, મધ અને ખાદી કલસ્ટરની સ્થાપ્ના કરાશે. આવા ઉદ્યોગોમાં કૌશલ વિકાસ માટે 80 આજીવિકા બિઝનેસ ઈક્યુબેટર સ્થાપિત કરવામાં આવશે. આ સાથે આઈટી વિકાસ માટે 20 બિઝનેસ ઈંક્યુબેટર બનાવવામાં આવશે.
- માછીમારો માટે પણ એલાન. પ્રધાનમંત્રી મતસ્ય સંપદા યોજના હેઠળ મસ્તિયકી માળખાની સ્થાપના થશે.
- પ્રધાનમત્રી ગ્રામીણ ડિઝિટલ સાક્ષરતા અભિયાન હેઠળ 2 કરોડ ગામ બન્યા ડિઝિટલ સાક્ષર
- નાણાકીય મંત્રીએ જણાવ્યુ કે 5.6 લાખ ગામ અત્યાર સુધી ખુલ્લામાં શૌચથે મુક્ત થઈ ગયા છે. 2 ઓક્ટોબર 2019 સુધી ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ જશે.