આમિરના શો 'સત્યમેવ જયતે' ની ટીઆરપી આઈપીએલથી વધુ
ફિલ્મ સ્ટાર આમિર ખાનનો ટીવી શો સત્યમેવ જયતે ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી રહ્યો છે. દરેકના મોઢે આમિરના શોની ચર્ચા છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ આમિરના શોને લઈને ચર્ચા ચાલી રહી છે. વધતી લોકપ્રિયતાને કારણે આ શો આઈપીએલ પર પણ ભારે પડી રહ્યો છે. આમિરના શોની ટીઆરપી આઈપીએલથી પણ વધારે આવી રહી છે એટલે કે આમિરના શોને આઈપીએલથી પણ વધુ દર્શકો મળી રહ્યા છે.દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં હિટટેમ તરફથી બહાર પાડવામાં આવેલા આંકડાં અનુસાર શોને દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે. આ ત્રણેય શહેરમાં શોને 3.8 રેટિંગ મળ્યું છે. આ રેટિંગ આઈપીએલ-5થી વધુ છે. આઈપીએલમાં અત્યારસુધી 16 મેચ થયા છે. એપ્રિલના અંતમાં આઈપીએલનું રેટિંગ 3.65 હતું.બીજા ટીવી શો પર પણ હાવીઆમિરનો શો અન્ય ટીવી સીરિયલો પર પણ ભારે પડી રહ્યો છે. બડે અચ્છે લગતે હૈ જેવી સીરિયલનું રેટિંગ ફક્ત 3.54 છે. બોલ્ડ સીન બાદ આ સીરિયલનું રેટિંગ વધી ગયું હતું. શોને 4 પોઈન્ટ મળ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહોથી સીરિયલના રેટિંગમાં ઘટાડો આવ્યો છે. ઉતરન અને બાલિકા વધૂ જેવી સીરિયલ જ્યારે શરૂ થઈ ત્યારે તેમને 5નું રેટિંગ મળતું હતું પરંતુ હવે આ રેટિંગ 3થઈ 3.5 વચ્ચે ચાલી રહ્યુ છે.છ મેટ્રો શહેરોમાં સત્યમેવ જયતેની ટીવીઆઈ 2.9 છે. આ શહેરમાં ચેન્નાઈ, બેંગાલુરૂ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. દિલ્હીમાં શો સૌથી વધુ હિટ થયો છે. દિલ્હીમાં શોને 5.9, મુંબઈમાં 3.1 અને કોલકાતામાં 1.8 ટીવીઆર મળ્યું છે.