Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુઠ લોચન સમારોહ એટલે 'સચ કા સામના'

જુઠ લોચન સમારોહ એટલે 'સચ કા સામના'
જે દિવસે અદાલતો બંધ હોય છે, તે દિવસે પચાસ ટકા જુઠ્ઠુ ઓછુ બોલાય છે. જે દિવસે બજાર બંધ રહે છે તે દિવસે પણ જુઠ્ઠુ બોલવાની ટકાવારી ઘટી જાય છે. સુમસામ થઈ જવા પર જ્યારે બધા જ લોકો સુઈ જાય છે ત્યારે તો બિલકુલ પણ જુઠ્ઠુ બોલાતુ જ નથી.

જુઠ આપણી જીંદગીમાં ઓઈલ અને ગ્રીસનું કામ કરે છે. જુઠની ચિકણાશ જ ન હોય તો જીંદગીના ઘણાં બધા પાર્ટ્સ જામ થઈ જાત કે સત્યની જંગ ખાઈને તુટી જાત. બુધવાર રાતથી સ્ટાર પ્લસ પર શરૂ થયેલ રિયાલીટી શો 'સચ કા સામના' જુઠ લોચન સમારોહ છે. જેવી રીતે જૈન સાધુ બધાની સામે પોતાના વાળ ખેંચીને પોતાને સાફ કરે છે તેવી રીતે આ ટીવી શો સાર્વજનિક રૂપે જુઠને નિચોડીને અલગ કરે છે.

જે મશીન દ્વારા આ શોમાં સત્ય અને જુઠનો નિર્ણય કરવામાં આવે છે તેને લાઈ ડિટેક્ટર મશીન કહે છે. આ મશીનનો ઉપયોગ ગુનેગારોની પુછપરછ માટે કરવામાં આવે છે. પરંતુ અદાલતમાં આને મંજુરી નથી. તપાસ એજંસી એવું ન કહી શકે કે ગુનો કબુલ ન કરનાર વ્યક્તિની વાતને મશીન જુઠ દેખાડી રહ્યું છે, તેને સજા મળવી જોઈએ. આ મશીનનો ઉપયોગ પોલીસ પોતાનાં પરિણામો માટે તપાસમાં કરી શકે છે, પરંતુ અદાલતમાં સાબિતી તરીતે ન રાખી શકે. અદાલતમાં તો આમ પણ આટલા બધા સત્યની જરૂરત નથી હોતી.

આની રીત એવી છે કે મનીશ પર માણસને બેસાડીને અમુક તાર હૃદય સાથે જોડી દેવામાં આવે છે. પછી અમુક નકામા સવાલ તેને પુછવામાં આવે છે, જેના વિશે જુઠ્ઠુ બોલવાનું કોઈ જ કારણ નથી હોતું. પછી મુદાની વાત પુછવામાં આવે છે. જ્યારે નકામી વાતોના જવાબ એકદમ સાચા આપે છે ત્યારે હૃદયના ધબકારા એકદમ સરખી રીતે ચાલે છે, પરંતુ જ્યારે પુછવામાં આવે છે કે બોલ તે હત્યા કરી છે કે નહિ ત્યારે આ વિશે એકદમ સત્ય બોલાતુ નથી અને હૃદયના ધબકારામાં થોડોક ફરક પડી જાય છે. કહેવાય છે કે અમુક જુઠી આદતો આ મશીનને પણ ચકમો આપી ચુકી છે.

આ શો કહે છે કે જુઠથી મનોરંજ ઘણું થયું, હવે આવો થોડીક વાર સુધી સાચુ બોલીને પણ જોઈએ અને સત્ય ખતરનાક હોય છે. કરોડો રૂપિયા જીતનાર પ્રતિયોગી પોતાના મિત્રો અને સંબંધિયોને પણ ખોઈ શકે છે. પહેલા જ દિવસે એક મહિલા એક સવાલ પર ફસાઈ ગઈ હતી. તેને જ્યારે પુછવામાં આવ્યું કે જો તમારા પતિને ખબર ન પડે તો તમે બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવશો? મહિલાઓ કહ્યું ના અને મશીને કહ્યું કે મહિલા જુઠ્ઠુ બોલી રહી છે. દસ લાખ રૂપિયાની પાસે આવેલ મહિલા શુન્ય પર આવી ગઈ અને કદચ તેના પતિ સાથે પણ તેના સંબંધ થોડાક કડવા થઈ ગયાં હશે.

આ પહેલા તેને જેટલા પણ સવાલ પુછવામાં આવ્યાં તેનાથી જાણ થઈ કે તેને પોતાની માઁ પાસેથી ઘણી ફરિયાદ હતી કેમકે માતાએ તેની સાથે સૌતેલા જેવો વ્યવહાર કર્યો હતો. નાનપણથી જ તેની સરખામણીમાં ભાઈને વધારે પ્રેમ કર્યો. લગ્ન પછી ભાઈના છોકરાઓને વધારે પ્રેમ કર્યો. અમેરિકાનો રિયાલીટી શો 'મોમેંટ ઓફ ટ્રુથ'ની એકદમ નકલ આ કાર્યક્રમની વધારે જરૂરત લગભગ આ દેશમાં જ છે. આપણે ત્યાં પાખંડ વધારે છે અને સત્ય બોલવાની હિંમત ઓછી. ઈનામની લાલચમાં જ ભલે ને પણ લોકો સાચુ બોલવાની હિંમત તો કરી રહ્યાં છે ને. જો સાચુ નહિ બોલે તો મશીન જ સત્ય સામે લઈ આવશે.

નાની એવી ફિલ્મ 'આમિર'થી ચર્ચામાં આવેલ રાજીવ ખંડેલવાલ આ શોના હોસ્ટ છે. જોવાનું તે છે કે આ શો કેટલે સુધી સફળ થાય છે. તેનાથી પણ વધારે જોવા જેવી વાત તે છે કે કેટલા લોકોને સત્ય પચતું નથી.

Share this Story:

Follow Webdunia gujarati