Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાણક્ય નીતિ - પોતાના નિકટના લોકોને પણ ન બતાવવી જોઈએ આ 5 વાતો, થાય છે નુકશાન

ચાણક્ય નીતિ - પોતાના નિકટના લોકોને પણ ન બતાવવી જોઈએ આ 5 વાતો, થાય છે નુકશાન
, ગુરુવાર, 6 મે 2021 (11:41 IST)
આચાર્ય ચાણક્યને કુશળ રાજનીતિજ્ઞ, અર્થશાસ્ત્રી અને મહાન શિક્ષાવિદ્ય માનવામાં આવે છે. આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્ર નામનો એક ગ્રંથ પણ લખ્યો છે. જેમા વિકાસ, ધન, વિવાહ અને વેપાર સહિત જીવનના અનેક પહેલુઓની સમસ્યાઓ સાથે તેનો હલ પણ બતાવ્યો છે. ચાણકયની નીતિઓનુ પાલન કરી લોકો જીવનમાં સફળતા મેળવવા સાથે જ છળ-કપટથી પણ બચી જાય છે. આચાર્ય ચાણક્યની એક શ્લોકમાં બતાવ્યુ છેકે કેટલીક વાતોને ગુપ્ત રાખવામાં પણ ભલાઈ છે. આ 5 વાતોને કોઈ ખૂબ જ નિકટને પણ શેયર ન કરવી જોઈએ. નહી તો મુશ્કેલી વધી જાય છે. 
 
1. પોતાના દુ:ખ ન બતાવો - આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈને પણ પોતઆનુ દુ:ખ ન વહેચવુ જોઈએ. દુ:ખની ચર્ચા કરવાથી આ વધે છે. તમારી વાત સાંભળેને સામેવાળો તમારે માટે સહાનુભૂતિ બતાવે છે પણ પીઠ પાછળ ઉપહાસ કરે છે.  આ ઉપરાંત લોકો તમારી સ્થિતિનુ અવલોકન કરશે. 
 
2. પ્રેમ સંબંધોને ન કરો જાહેર - ચાણક્ય કહે છે કે કોઈને પણ તમારા પોતાના પ્રેમ સંબંધોની ચર્ચા ન કરવી જોઈએ. નહી તો તમારે માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. 
 
3. ધનની ચર્ચા ન કરો - નીતિ શાસ્ત્ર મુજબ, કોઈપણ અજાણ વ્યક્તિએ સામે ધનની ચર્ચા ન કરવી જોઈએ. ધન મામલે કોઈના પર પણ વિશ્વાસ કરી કરવો મુશ્કેલ હોય છે. આવામાં ધન સાથે જોડાયેલ વાતો ખુદ સુધી રાખવી જોઈએ. 
 
4. પરિવારની  નિંદા ન કરો - ચાણક્ય કહે છે કે કોઈની સામે પોતાના પરિવારની વાત ન કરવી જોઈએ. જે વ્યક્તિ તમારી વાતો સાંભળી રહ્યો છે, તે ભવિષ્યમાં તમને આ વાત માટે નીચુ જોઈ શકે છે આ લોકો સામે અપમાનિત કરી શકે છે.  તેથી પરિવારની વાતો કોઈને ન બતાવવી જોઈએ. 
 
5. આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો - ચાણક્ય કહે છે કે મોટેભાગે દગો એ જ લોકો ખાય છે જે લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. તેથી કોઈના પર પણ વિશ્વાસ કરવાથી પહેલા ચાર વાર વિચારવુ જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mothers Day 2021- આ મદર્સ ડે મા ને ગિફ્ટ કરો આ ખાસ વસ્તુઓ દરેક વસ્તુમાં ઝલકશે દિલમાં છુપાયેલા પ્યY