Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાણક્ય નીતિ - વ્યક્તિના આ ગુણોને કારણે જ થાય છે તેના વખાણ, ખૂબ મળે છે માન-સન્માન

ચાણક્ય નીતિ - વ્યક્તિના આ ગુણોને કારણે જ થાય છે તેના વખાણ, ખૂબ મળે છે માન-સન્માન
, સોમવાર, 10 મે 2021 (08:35 IST)
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં ધન, પ્રોગ્રેસ, નોકરી, બિઝનેસ, વિવાહ અને દુશ્મની સહિત અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. આર્ચાર્ય પોતાના ગ્રંથમાં આ બધા વિશે જોડાયેલ સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. આ ઉપરાંત એક શ્લોકમાં તેમણે જણાવ્યુ કે વ્યક્તિના કયા ગુણોને કારણે તેને સમાજમાં માન સન્માન મળે છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના અવગુણોને છોડીને કેટલાક ગુણો વિકસાવવા જોઈએ. જાણો વ્યક્તિના કયા ગુણ સમાજમાં તેનુ કદ વધારે છે 
 
1. ચાણક્ય કહે છે કે શાસ્ત્રોમાં કહેવાયુ છે વ્યક્તિએ  પોતાના કમાણીનો 10 ટકા ભાગ દાન કરવો  જોઈએ  આવુ કરવાથી વ્યક્તિ દિવસો દિવસ સફળતા પામતો જાય છે.  ચાણક કહે છે કે વ્યક્તિનુ દાનવીર હોવુ જરૂરી છે. દાન આપનાર વ્યક્તિને બધા લોકો સન્માનની નજરથી જુએ છે. દાન આપનાર વ્યક્તિ હંમેશા બીજાનુ હિત વિચાર છે. આ ગુણ બીજાની નજરમાં તેને મહાન બનાવે છે. 
 
2.ચાણક્ય કહે છે કે વ્યક્તિની વાણી હંમેશા મધુર હોવી જોઈએ. મધુર વાણી બીજાનુ મન પ્રસન્ન રાખવા સાથે ખુદને પણ ખુશ રાખે છે.. ક્યારેય કોઈ વઆત માટે કડવા શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. વાણીથી જ વ્યક્તિત્વની ઓળખ થાય છે. જે લોકો મધુર વાણી બોલે છે, તેમને હંમેશા લોકો પોતાની ચર્ચામાં યાદ રાખે છે અને આવા લોકોને સમાજમાં માન-સન્માન મળે છે. 
 
3. જીવનમાં સુખ-દુખનુ આવવુ જવુ ચાલતુ રહે છે, પણ વ્યક્તિએ કોઈપણ સ્થિતિમાં ધર્મનો માર્ગ ન છોડવો જોઈએ. ધર્મના માર્ગ પર ચાલનારો વ્યક્તિ  ક્યારેય અન્યાય નથી કરતો. આવા વ્યક્તિ બીજા માટે પરોપકારની ભાવના રાખે છે. સમાજમાં આવા લોકોને માન સન્માન મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુહાગરાતમાં આ 5 વાતોં શા માટે હોય છે જાણીને હેરાન થઈ જશો