Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

ગુરૂવારે અને શુક્રવારે કરો આ 11 ઉપાય, ઘરમાં લક્ષ્મી કરશે અખંડ વાસ

ગુરૂવારે અને શુક્રવારે
, ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (20:54 IST)
શાસ્ત્રો મુજબ ધન કમાવવાનો સૌથી યોગ્ય ઉપાય એ છે જેમાં માણસ મહેનત(શારીરિક અને માનસિક) ઈમાનદારી અને પવિત્ર માધ્યમોનો  ઉપયોગ કરે.  એ ધન યોગ્ય નહી ગણાય, જે બીજાને સતાવીને, કોઈને દુખ આપીને, કોઈ નિર્બળને સતાવીને કે અનીતિના માધ્યમથી કમાવ્યું હોય. 
 
ઋષિઓએ એવા ઘણા ઉપાયોના વર્ણન કર્યા છે જેના માધ્યમથી ધન કમાવવાનું નિષેધ કહેવાય. ખોટા રીતે કમાવેલ ધન એક દિવસ નિશ્ચિત રૂપે હાનિ પહોંચાડે છે. 

 
આજે અમે તમને એવા ઉપાય જણાવી રહ્યા છે જેનાથી કમાવેલ ધનમાં બચત થશે, ઘરમાં લક્ષ્મીનો  વાસ થશે જાણો આવા જ સરળ ઉપાય . 

1.દર શુક્રવારે ,ધનતેરસ , હોળી ,દિવાળી અને મોટા પર્વના દિવસે ગાયને રોટલી ખવડાવો. ધ્યાન રાખો કે રોટલી વાસી ન હોય અને ગાયના સ્વાસ્થ્યને અનૂકૂળ હોય. સારુ કહેવાશે કે તમે રોજ ગાયને  રોટલી ખવડાવો. આવુ કરવાથી ઘરમાં લક્ષ્મીની કૃપા રહે  છે. 
webdunia
2. ગુરૂવારે કે શુક્રવારે કોઈ પણ મંદિરમાં કેળા ના બે ઝાડ લગાવો . ઝાડ લગાડ્યા પછી તેની દેખરેખ પણ કરો. તેની પાસે કોઈ સુગંધિત છોડ લગાવી દો. માનવું છે કે જેવી રીતે આ છોડ વધશે તમારા ભાગ્યમાં પણ વૃદ્ધિ થશે. 

3.શુક્રવારે ઘરમાં મીઠું નાખીને પોતું જરૂર કરવું જોઈએ. આથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 
webdunia
4. શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં જઈને દેવીને સફેદ રંગની મિઠાઈના ભોગ લગાડો અને આ દિવસે સફેદ વસ્તુનુ દાન પણ કરાય તો સારું ગણાય છે. 

5. દર શુક્રવારે લક્ષ્મીનું  પૂજન કરો. આ ઉપાય ધન તેરસ પર પણ કરી શકો છો. લક્ષ્મીના પૂજન પછી  કોઈ પણ દેવીને લવિંગ ચઢાવો. એનાથી ધંધામાં ફાયદો  થાય છે. 

webdunia
 
6. ઘરમાં સફાઈ કરવી એ  પણ લક્ષ્મીને પ્રસન્ન કરવાનો  એક ઉપાય છે પણ ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી ઘરમાં કચરો વાળવું કે પોતુ ન લગાડવું. આનાથી ધનનું નુકશાન થાય છે અને લક્ષ્મી રિસાઈ જાય છે. 

7. કોઈ નિર્ધન , દર્દી અને જરૂરિયાત માણસની આર્થિક મદદ કરો. ખાસ કરીને કોઈ કન્યાના લગ્ન અને અભ્યાસ માટે વિદ્યાર્થીને ધન આપવાથી માનસ પર હમેશા લક્ષ્મીની કૃપા હોય છે. પણ ધ્યાન રાખો કે ધન આપ્યા પછી એનું પ્રચાર ન કરો અને ન પોતાને મોટું દાનવીર સમજવું. 
 
ઈશ્વરને નમન કરીને ધન્યવાદ આપો કે એને તમને આ યોગ્ય બનાવ્યા. અન એ આ વાતના ક્યારે પન અભિમાન ન કરવું. 
webdunia
 
8. ઘરમાં લક્ષ્મીના પૂજન કર્યા પછી દક્ષિણાવર્તી શંખમાં ચોખાના દાના નાખો. એમાં લાલ ગુલાબની પાંખડી નાખો . આવું કરવાથી ધન લાભના યોગ બને છે. 
 

 
9. શુક્રવારે દેવી લક્ષ્મીનું  વ્રત કરો અને ઉપવાસ કરી દેવી લક્ષ્મીની પૂજા કરી ખીરના ભોગ લગાડો. 
webdunia
10. શુક્રવારે શંખ પૂજા કરવાથી પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

11. માતા લક્ષ્મીની પૂજા સાચા મન અને ભાવનાથી કરો તો બધી ઈચ્છા પૂર્ણ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કઈ રાશિનો હોવો જોઈએ તમારો જીવનસાથી ?