Publish Date: Mon, 22 Apr 2019 (15:27 IST)
Updated Date: Mon, 22 Apr 2019 (15:33 IST)
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ પર આપેલા નિવેદન મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન આવેશમાં આવું નિવેદન આપી દીધું હતું. જેમનો તેમને ખેદ છે.
રાહુલ ગાંધીએ રફાલ મામલામાં કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે ચોકીદાર ચોર છે.
રાહુલના આ નિવેદન બાદ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ અરજી દાખલ કરીને રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટની અવગણના મામલે ફરિયાદ કરી હતી.