Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં વાહન લઈને જતી મહિલા કોન્સ્ટેબલને ડમ્પરે અડફેટે લેતા મોત, ઘટના CCTVમાં કેદ

A woman constable carrying a vehicle in Surat was hit by a dumper and died
, શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (17:38 IST)
A woman constable carrying a vehicle in Surat was hit by a dumper and died
ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. બેફામ ગતિએ વાહનો ચલાવતાં વાહન ચાલકો સામે પોલીસે કોરડો વિધ્યો હોવા છતાં અકસ્માત કાબુમાં આવતાં નથી. સુરત શહેરમાં ડમ્પરની અડફેટે આવતા લોકોના મોત થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે મહિલા કોન્સ્ટેબલને એક ડમ્પર ચાલકે અડફેટે લેતાં તેનું મોત નિપજ્યુ હતું. આ મહિલાનું મોત થવાથી 7 માસની દીકરી સહિત બે સંતાને માતાની છત્રછાયા ગુમાવી છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
webdunia
A woman constable carrying a vehicle in Surat was hit by a dumper and died

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રેમીલાબેનનું અકસ્માતે મોત થયું હતું. સર્કલ પર ડમ્પરચાલકે મોપેડ પર જતાં મહિલા કોન્સ્ટેબલને અડફેટમાં લઈ કચડી નાખતાં મોત થયું હતું. ઇચ્છાપોર પોલીસે સમગ્ર અકસ્માતને લઈ વધુ તપાસ શરૂ કરી છે. ડમ્પરચાલક દ્વારા પાછળથી ટક્કર મારી કચડી નાખી હતી, કવાસ ગામમાં આવેલી ધર્મનંદન સોસાયટીમાં 31 વર્ષીય પ્રેમીલાબેન કમજીભાઈ નિનામા પરિવાર સાથે રહેતાં હતાં. 6 વર્ષથી પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં હતાં. ઇચ્છાપોર બાદ તેમને ટ્રાફિક વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. આજે ડીસીપી ટ્રાફિક કચેરીએ મિટિંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતાં ત્યારે જ કાળમુખા ડમ્પરે ટક્કર મારી કચડી નાખતાં તેમનું મોત નીપજ્યું હતું.પ્રેમીલાબેનના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા અને એક 9 વર્ષનો પુત્ર અને 7 માસની દીકરી છે. મહીસાગર જિલ્લાના વતની એવાં પ્રેમીલાબેનના પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિ માટે મૃતદેહ વતન મહીસાગર લઈ જવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરાની SSG હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, મૃતદેહની અદલાબદલી થતાં એકની અંતિમવિધી થઈ ગઈ