સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાના લગભગ 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવાનુ કહ્યુ છે. જોકે ટ્વિટરે એ પણ કહ્યુ કે આંતરિક તપાસમાં જોવા મળ્યુ છે કે પાસવર્ડ ચોરાયા નથી કે ન તો તેનો કોઈ ખોટો ઉપયોગ થયો છે. પણ સાવધાનીને ધ્યાનમાં રાખતા બધા યૂઝર્સને અપીલ કરી છે કે તેઓ પોતાનો પાસવર્ડ બદલી નાખે..
પણ તેનાથી કેટલા પાસવર્ડ પ્રભાવિત થયા છે એ કંપનીએ હજુ સુધી જણાવ્યુ નથી.
રૉયયર્સે વાતચીતમાં સાઈટને કહ્યુ છે કે આ ભૂલ કેટલા અઠવાડિયા પહેલા જાણ થઈ હતી. ટ્વિટરના ચીફ એક્ઝીક્યૂટિવ જૈક ડોર્સે ટ્વીટ કર્યુ કે..
એક તકનીકી ખામીને કારણે કેટલાક પાસવર્ડ કંપનીના આંતરિક કમ્પ્યુટર સિસ્ટમમાં સ્ટોર થઈ ગયા હતા. ટ્વિટરે એક બ્લોગ પોસ્ટ કરતા કહ્યુ કે અમને આ વાતનો ખેદ છે કે આવુ કંઈક થયુ.
યૂઝર્સને સલાહ આપવામાં આવી છે કે યૂઝર્સ એકાઉંટને હૈંક થવાથી બચાવવા માટે બે સ્તરીય પ્રમાણિકતાનુ પાલન કરે.