Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત કરશે 2036ની ઓલિમ્પિક માટેની દાવેદારી, અમદાવાદ ખાતે ચાલી રહી છે તૈયારીઓ

ભારત કરશે 2036ની ઓલિમ્પિક માટેની દાવેદારી, અમદાવાદ ખાતે ચાલી રહી છે તૈયારીઓ
, ગુરુવાર, 9 નવેમ્બર 2023 (10:20 IST)
હાલ તમામ દેશોની નજર ઓલિમ્પિક 2036 માટે યોજાનારી બીડ પર છે અને 2036ના ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે ભારત પણ પ્રબળ દાવેદાર છે. તેવામાં અમદાવાદમાં પણ અલગ અલગ રમતો રમાડી શકાય તેના તૈયારીના ભાગ રૂપે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં ઓલિમ્પિક ગેમ્સ રમાડી શકાય તે પ્રકારનું એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ભારે ઝડપથી નિર્માણ પામી રહ્યું છે. વર્ષ 2021માં કેંદ્ર સરકારના નાણા મંત્રાલયે વરદાન ટાવર નજીક નારણપુરા ખાતે મલ્ટી સ્પોર્ટ્સ સુવિધા માટે રૂ.584 કરોડની માતબર રકમનું બજેટ મંજૂર કર્યુ હતુ. 82507 ચોરસ મીટરના વિસ્તારમાં અત્યાધુનિક સુવિધા સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું બાંધકામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું અને એ ક્ષણે તેમણે જણાવ્યું હતુ કે 30 મહિનાની અંદર આ સંકુલનું કામ પૂર્ણ કરવામાં આવશે. સંકુલની મુખ્ય વિશેષતા ઓલિમ્પિક કદનું એક્વેટિક સેન્ટર અને ટેનિસ કોર્ટ, એથ્લેટિક સ્ટેડિયમ, ઇન્ડોર રમતોનું ગ્રાઉન્ડ છે. 
 
મહત્વનું છે કે ઓક્ટોબર મહિનામાં PM મોદીએ પુષ્ટિ કરી કે ભારત 2036 ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી કરશે. PM મોદીએ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં 141મી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સત્રના ઉદ્ઘાટન દરમિયાન આ જાહેરાત કરી હતી. ભારત વર્ષ 2036ના ઓલિમ્પિકનું યજમાન બને તેના માટે ભારત સરકાર અને ખાસ કરીને ગુજરાત સરકાર કમર કસી રહીં છે. ગુજરાત સરકારે તો અત્યારથી જ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ડિસેમ્બર 2022થી જ બેઠકો પણ શરૂ થઇ ચૂકી હતી તો હવે ગુજરાત સરકાર દ્વારા ઓલિમ્પિક રમતો માટે કમિટીની રચના કરી સાઇટોનું આઇન્ડેટિફિકેશન શરૂ કરી કામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા ઓલિમ્પિક માટે 33 જેટલી સાઇટોની ઓળખ કરવામાં આવી છે કે જ્યા ઓલિમ્પિકની રમતો રમાડી શકાય. આ 33 સાઇટોમાંથી અમદાવાદ, રાજકોટ, સુરત, શિવરાજપુર બીચ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે અને સૌથી મહત્વનું માનવામાં આવી રહ્યું છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આકાર પામનારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જેનાથી ભારતની ઓલિમ્પિકની દાવેદારી વધુ મજબૂત થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રામલલાના દરબારમાં સરકાર કેમ પહોંચી? 9 નવેમ્બર 1989 સાથે જોડાણ છે