Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાનિયા-શોએબના આજે લગ્ન

સાનિયા-શોએબના આજે લગ્ન

ભાષા

હૈદરાબાદ , સોમવાર, 12 એપ્રિલ 2010 (15:33 IST)
W.D
W.D
ભારતીય ટેનિસ પરી સાનિયા મિર્જા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જશે. સાનિયાના પ્રવક્તાએ આધિકારિક રીતે આ માહિતી મીડિયાને આપી છે.

પ્રવક્તાએ કહ્યું કે, નિકાહની રસ્મ આજે હોટલ તાજ કૃષ્ણામાં આશરે બપોરે 1 વાગ્યે યોજાશે જ્યારે મહેંદીનો કાર્યક્રમ કાલે યોજાશે. 14 એપ્રિલના રોજ મહિલા સંગીતનો પ્રોગામ છે. લગ્નનું રિસેપ્શન 15 એપ્રિલના રોજ આપવામાં આવશે. પ્રવક્તાએ કહ્યું કે, નિકાહમાં માત્ર પરિજન, સંબંધીઓ અને ઘણા નજીકના લોકો જ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, એક ભારતીય યુવતી આયશા સિદ્દીકી દ્વારા શોબને ખુદનો પતિ જણાવવાનો દાવો કરવામાં આવ્યા બાદ સાનિયા અને શોએબના લગ્ન વિવાદમાં પડી ગયાં હતાં. શોએબ અગાઉ સતત આયશાથી કોઈ પણ પ્રકારનો સંબંધ હોવાની વાતથી ઈનકાર કરતા રહ્યાં પરંતુ બાદમાં તેમણે બન્ને પક્ષોની મંજૂરીથી આયશાને પત્ની માનીને તેને તલાક આપી દીધા જેના માટે શોએબને 15 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યાં.

Share this Story:

Follow Webdunia gujarati