Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nag Panchmi 2022: ક્યારે છે નાગપાંચમ 2022? જાણો તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ

Nag Panchmi 2022: ક્યારે છે નાગપાંચમ 2022? જાણો તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ
, બુધવાર, 20 જુલાઈ 2022 (00:27 IST)
શ્રાવણ મહીનાના શ્રાવણ સોમવારના સિવાય નાગપંચમે જેવો મહત્વપૂર્ણ પર્વ પણ ઉજવાય છે. નાગપાંચમ શ્રાવણ મહીનાના શુક્લ પક્ષની પંચમીને ઉજવે છે. શ્રાવણ સોમવારે શિવ-પાર્વતીની સાથે સાથે નાગ દેવતાની પૂજા કરવી પણ ખૂબ લાભ આપશે. તેમજ નાગપાંચમ આ વર્ષે 2 ઓગસ્ટ 2022 મંગળવારે ઉજવાશે. 
 
કાળ સર્પ દોષથી છુટકારો મેળવવાનો ઉત્તમ અવસર નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી નાગ દેવતા અને શિવજી બન્નેની કૃપા મળે છે અને જીવનના ઘણા સંકટ- મુશ્કેલીઓ દૂર થાય છે. એવા જાતક જેની કુંડળી કાળ સર્પ દોષ, અકાળ મૃત્યુનો યોગ છે એવા લોકોને નાગપાંચમના દિવસે નાગ પૂજા જરૂર કરવી જોઈએ. તે સિવાય જે લોકોની કુંડળીમાં કાળ સર્પ દોષ હોય તેને નાગપાંચમના દિવસે તેના નિવારણ અને ઉપાય જરૂર કરી લેવો જોઈએ. 
 
નાગપાંચમ 2022 મુહુર્ત 
આ વર્ષે નાગપાંચમના દિવસે પૂજા કરવા માટે શુભ મુહુર્ત 2 ઓગસ્ટ મંગળવારે સવારે 6.05 વાગ્યેથી 8.41 વાગ્યે સુધી રહેશે. તેમજ પંચમી તિથિ 2 ઓગસ્ટની સવારે  5.13 વાગ્યેથી શરૂ થઈને 3 ઓગસ્ટની સવારે 5.41 વાગ્યે સુધી રહેશે. 
 
આ રીતે કરવી નાગપાંચમ પર નાગ દેવતાની પૂજા 
નાગ પંચમી પર વ્રત પણ રાખીએ છે અને જાતક કાળ સર્પ દોષ નિવારણની પૂજા કરાવી રહ્યા છો તો તેણે ચતુર્થીથી જ વ્રત કરવો જોઈએ. તેના માટે ચતુર્થીને એકટાણું કરવો અને બાકી દિવસ વ્રત રાખવો. આ રીતે પંચમીને આખો દિવસ વ્રત રાખી સાંજે ભોજન કરવો. નાગ દેવતાની પૂજા માટે પાટા  પર નાગ દેવતાના ફોટા કે મૂર્તિ સ્થાપિત કરવ. 
 
પછી નાગ દેવતાના આહ્વના કરવો. તેણે હળદર, રોલી, ચોખાથી ચાંદલો કરો. ફૂલ ચઢાવો. ધૂપ-દીપ કરવુૢ કાચુ દૂધ, ખાંદ અર્પિત કરવી. નાગ દેવતાની કથા જરૂર વાંચવીૢ 
 
અંતમાં નાગ દેવતાની આરતી કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shravan mass 2022- શ્રાવણમાં જોવાય આ સપના તો સમજો થશે બેડો પાર, ભોળાનાથની કૃપાના છે ખાસ સંકેત