Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hariyali Teej 2022 : જાણો શુ મહિલાઓ માટે આટલી ખાસ હોય છે હરિયાળી ત્રીજ, જાણો તેનો મહત્વ અને પૂજા વિધિ

Hariyali Teej 2022 : જાણો શુ મહિલાઓ માટે આટલી ખાસ હોય છે હરિયાળી ત્રીજ, જાણો તેનો મહત્વ અને પૂજા વિધિ
, શુક્રવાર, 29 જુલાઈ 2022 (12:53 IST)
Hariyali Teej 2022 : દર વર્ષે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિને હરિયાળી ત્રીજ જેને શ્રાવણે ત્રીજ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે. અહીં જાણો મહિલાઓના દિવસે આટલુ ખાસ શા માટે માનીએ છે. શ્રાવણ મહીનામાં આવનારી Hariyali Teej મહિલાઓ માટે ખાસ હોય છે. હરિયાળી ત્રીજ શ્રાવણ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને ઉજવાય છે.

માનવામાં આવે છે. કે હરિયાળી ત્રીજના   દિવસે જ માતા પાર્વતીનો કઠિન તપસ્યા સફળ થયો હતો. આ દિવસે શિવજીના તેણે દર્શન આપ્યા હતા અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો. તેથી આ દિવસ માતા પાર્વતીને ખૂબ પ્રિય છે. માનવામાં આવે છે કે આ દિવસે જે પણ મહિલા પૂરા મનથી શિવજી અને માતા પાર્વતીનો પૂજ કરે છે. તેમના કામના માતા પાર્વતી અને શિવજી જરૂરી પૂરી કરે છે. આ વખતે હરિયાળી ત્રીજ 31 જુલાઈને ઉજવાઈ રહી છે. જાણો ત્રીજથી સંકળાયેલી જરૂરી વાત. 
 
શા માટે મહિલાઓ માટે ખાસ છે આ દિવસ 
ત્રીજના દિવસે માતા પાર્વનીની કામના પૂર્ણ થઈ હતી અને તેણે પતિના રૂપમાં ભગવાન શિવ મળ્યા હતા. ત્યારે માતા પાર્વતીથી પ્રસન્ન થઈને કહ્યુ હતુ કે આજના દિવસે જે સ્ત્રી નિષ્ઠાથી વ્રત અને પૂજન કરશે. તેમની બધી મનોકામના પૂર્ણ થશે. તેમનો પરિણીત જીવન સુખમય રહેશે. ત્યારથી જ હરિયાળી ત્રીજના દિવસે મહિલાઓ માટે ખાસ થઈ ગયો. માનવામાં આવે છે કે કુંવારી કન્યાઓ આ દિવસે માતા પાર્વતી અને શિવજીનો વ્રત અને પૂજન કરે તો તેણે જીવનસાથીના રૂપમાં યોગ્ય વરની પ્રાપ્તિ હિય છે. તેમજ પરિણીત મહિલાઓના પરિણીત જીવન સુખમય થાય છે. પતિને દીર્ધાયુ મળે છે અને સંતાન સુખ મળે છે. 
 
શા માટે કહેવાય છે હરિયાળી ત્રીજ  
આ દિવસને હરિયાળી ત્રીજ કેમ કહેવાય છે
શ્રાવણ મહિનામાં વરસાદની મોસમ હોય છે. આ રીતે વૃક્ષો અને છોડ લીલાછમ છે. વરસાદથી નવા છોડને નવું જીવન મળે છે. આવી સ્થિતિમાં વાતાવરણમાં સર્વત્ર હરિયાળી જોવા મળે છે.આવે છે. બીજી બાજુ, તૃતીયા તિથિને તીજ પણ કહેવામાં આવે છે. તેથી, સાવન મહિનાની ત્રીજને હરિયાળી ત્રીજ  કહેવામાં આવે છે. તેને ચોટી તીજ અથવા શ્રાવણ તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
 
હરિયાળી ત્રીજ પર શ્રૃંગારનો મહત્વ 
આ દિવસે સુહાગની લાંબી ઉમ્ર અને સુહાગની સાથે સારુ જીવનની કામના માટે રખાય છે. તેથી આ દિવસે મહિલાઓ માટે શ્રૃંગારનો ખાસ મહત્વ ગણાય છે. આ દિવસે પરિણીત મહિલાઓ સોળ શ્રૃંગાર  કરે છે. કુંવારી કન્યાઓ પણ સજે સંવરે છે. તે પછી મહાદેવ અને માતા પાર્વતીનો પૂજન કરાય છે. ગામમાં આ દિવસે મહિલાઓ સ્ત્રીઓ ઝુલા પર ઝૂલે છે અને કજરી ગીતો ગવાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમનાથ મંદિરની પૌરાણિક કથા ચંદ્રદેવ સાથે જોડાયેલી છે, રાવણે ચાંદીનું અને કૃષ્ણે ચંદન વડે બનાવ્યું હતું સોમનાથ મંદિર