Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sarv pitru Amavasya- આ દિવસે તર્પણ કરવાથી સમસ્ત પિતરો તૃપ્ત થાય છે

Sarv pitru Amavasya- આ દિવસે તર્પણ કરવાથી સમસ્ત પિતરો તૃપ્ત થાય છે
, મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (16:03 IST)
Sarv pitru Amavasya -સર્વ પિતૃ અમાવસ્યા  આપણા ધર્મશાસ્રોમાં કહેવામાં આવ્યુ છે કે પિતૃને પિંડદાન કરનારા દરેક વ્યક્તિ દીર્ઘાયુ, પુત્ર-પૌત્રાદિ, યશ, સ્વર્ગ, લક્ષ્મી, પશુ, સુખ સંપન્ન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ કરે છે. એટલુ જ નહી પિતૃની કૃપાથી જ તે બધા પ્રકારની સમૃદ્ધિ, સૌભાગ્ય, રાજ્ય અને મોક્ષ મેળવે છે.
 
અશ્વિન મહિનાના પિતૃ પક્ષમાં પિતૃને આશા હોય છે કે અમારા પુત્ર-પૌત્રાદિ અમને પિંડદાન અને તિલાંજલિ પ્રદાન કરી સમુદ્ર કરશે.
 
'आयुः पुत्रान्‌ यशः स्वर्ग कीर्ति पुष्टि बलं यिम्‌।
 
पशून्‌ सौख्यं धनं धान्यं प्राप्नुयात्‌ पितृपूजनात्‌।'
 
આ જ આશા લઈને તેઓ પિતૃલોક પરથી પૃથ્વીલોક પર આવે છે. તેથી દરેક હિન્દુ ગૃહસ્થનો ધર્મ છે કે તે પિતૃપક્ષમાં પોતાના પિતૃ માટે શ્રાદ્ધ અને તર્પણ કરે અને પોતાની શ્રદ્ધા મુજબ પિતૃના નામનું દાન કરે.
 
આમ તો દરેક મહિનામા આવનારી અમાસ પિતૃની પુણ્યતિથિ છે. પણ અશ્વિનની અમાસ પિતૃ માટે પરમ ફળદાયી છે. આ અમાસના રોજ પિતૃવિસર્જનની અમાસ અથવા મહાલયા કહેવામાં આવે છે. જે વ્યક્તિ પિતૃપક્ષના પંદર દિવસો સુધી શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા તેઓ અમાસના રોજ જ પોતાના પિતૃના નામનું શ્રાદ્ધ વગેરે સંપન્ન કરે છે. જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે.
 
અમાસના દિવસે બધા પિતૃઓનું વિસર્જન થાય છે. અમાસના દિવસે પિતૃ પોતાના પુત્ર વગેરેના દ્વાર પર પિંડદાન અને શ્રાદ્ધની આશા લઈને આવે છે. જો ત્યાં તેમને પિંડદાન કે તિલાંજલિ વગેરે ન મળે તો તેઓ શ્રાપ આપીને ચાલ્યા જાય છે. તેથી શ્રાદ્ધને નજરઅંદાજ કે તેનો ત્યાગ ન કરવો જોઈએ.
 
પિતૃપક્ષ પિતૃઓ માટે તહેવારનો સમય છે. તેથી આ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. જેની પૂર્તિ અમાસના રોજ વિસર્જન તર્પણ વગેરેથી થાય છે.
 
પિતૃપક્ષના દિવસોમાં લોકો પોતાના પિતરોની સંતુષ્ટિ માટે સંયમપૂર્વક વિધિ વિધાનથી પિતૃયજ્ઞ કરે છે, પણ કામની વ્યસ્તતાને કારણે જો કોઈ શ્રાદ્ધ કરવાથી વંચિત રહી જાય તો તેમણે પિતૃ વિસર્જન અમાસના રોજ સવારે સ્નાન કર્યા પછી ગાયત્રી મંત્ર બોલતા સૂર્યને જળ ચઢાવ્યા બાદ ઘરમાં બનેલ ભોજનમાંથી પંચબલિ જેમા સૌ પહેલા ગાય માટે, પછી કૂતરાં માટે, પછી કાગડા માટે, ભગવાન માટે અને ત્યારબાદ કીડીઓ માટે ભોજનનો અંશ આપીને શ્રદ્ધાપૂર્વક પિતરો પાસે બધી રીતે મંગળકારી હોવાની પ્રાર્થના કરી ભોજન કરવાથી શ્રાદ્ધ કર્મની પૂર્તિનુ ફળ જરૂર મળે છે અને એ વ્યક્તિ ધન, સમસ્ત સુખ વગેરેની પ્રાપ્તિ કરી મોક્ષને મેળવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાલક્ષ્મી વ્રત - આજે કરી લો આ વિધિ.. મહાલક્ષ્મી ભરી દેશે તિજોરી