ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મંગળવરે ઉત્તરાખંડના પોતાના સમકક્ષ પુષ્કર સિંહ ધામી સાથે વાતચીત કરી અને તેમની સાથે વરસાદ ભૂસ્ખલનની ઘટનાઓ બાદ ફસાયેલા ગુજરાતી તીર્થયાત્રીઓને મદદ પુરી પાડવાનો આગ્રહ કર્યો હતો. એક સર્વે અનુસાર ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ ગયેલા ગુજરાતના વિભિન્ન ભાગોમાંથી 235 તીર્થયાત્રી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાના લીધે ફસાયેલા છે. જોકે તમામ યાત્રીઓ સલામત હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો. ઉત્તરાખંડમાં વરસાદની પરિસ્થિતિ હળવી થતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હોવાનો પણ સરકારે દાવો કર્યો છે. કેદારનાથમાં ઉપર ફ્સાયેલા છ ગુજરાતીઓને સલામત રીતે સવારે હેલિકોપ્ટરના માધ્યમથી નીચે બેઝ કેમ્પમાં લાવવામાં આવ્યા હતા.
એક સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિના અનુસાર ભૂપેન્દ્ર પટેલે પુષ્કર ધામી સાથે વાતચીત કરી અને તેમણે ફસાયેલા મુસાફરોને પુરતી મદદ પહોંચાડવાની અપીલ કરી. ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ફસાયેલા લોકો સાથે સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરએ ફસાયેલા તીર્થયાત્રીઓ સાથે સંબંધિત જાણકારી એકઠી કરવા અને શેર કરવા માટે હેલ્પલાઇન નંબર -07923251900 જાહેર કર્યો. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભારે વરસાદન લીધે અને ખરાબ હવામાનના લીધે ઉત્તરાખંડના વિભિન્ન ભાગોમાં અત્યારે ગુજરાતના 235 તીર્થયાત્રીઓ ફસાયા છે.
હવામાનમાં સુધારો થાય છે પરંતુ ઘણા રસ્તાઓ પર ભૂસ્ખલનના લીધે બંધ છે. ઉત્તરાખંડમાં ફસયેલા લોકોમાં 18 લોકોનું ગ્રુપ રાજકોટ, અમદાવાદના મણિનગરના વિસ્તારના છ લોકો અને થલતેજના છ લોકો સામેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પુષ્કર ધામી સાથે વાતચીત કરી ઉત્તરાખંડની સ્થિતિની જાણકારી લીધી. ઉત્તરાખંડમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સોમવારે નેતાળના ત્રણ શ્રમિકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. ઉત્તરખંડમાં ભૂસ્ખલન અને વરસાદના લીધે અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે