Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યારે પણ જુઓ શબયાત્રા તો 4 શુભ કામ જરૂર કરવા જોઈએ.

જ્યારે પણ જુઓ શબયાત્રા તો 4 શુભ કામ જરૂર કરવા જોઈએ.
, સોમવાર, 11 જૂન 2018 (13:13 IST)
શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને જણાવ્યુ છે કે માણસનુ શરીર નશ્વર દેહ છે. અમર ફક્ત આત્મા છે. જેમને જન્મ લીધો છે તેમનુ મૃત્યુ જરૂર થશે.  કોઈના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરતા પહેલા શબયાત્રા કાઢવામાં આવે છે. શબયાત્રાના સંબંધમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે.  જો કોઈની શબયાત્રા દેખાય તો આપણે 4 શુભ કામ જરૂર કરવા જોઈએ. 
 
પ્રથમ શુભ કામ - જો કોઈ વ્યક્તિની અંતિમ યાત્રામાં સામેલ થાવ છો અને જો તમે એ શબને ખભાનો ટેકો આપો છો તો તમારા પુણ્યમાં વધારો થાય છે. આ પુણ્યની અસરથી જૂના પાપ નષ્ટ થઈ જાય છે.  આ માન્યતાને કારણે લોકો શબયાત્રામાં સામેલ થઈને ખભાનો ટેકો જરૂર આપે છે. 
 
બીજુ શુભ કામ - જો આપણે સમયના અભાવને કારણે કોઈ અજાણી વ્યક્તિની અંતિમ યાત્રામાં સામેલ નથી થઈ શકતા તો જ્યારે શવયાત્રા જુઓ ત્યારે રોકાય જવુ જોઈએ. પહેલા શબયાત્રાને નીકળી જવા દેવી જોઈએ.  ભગવાનને મૃત વ્યક્તિની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. 
 
ત્રીજુ શુભ કામ - જ્યારે કોઈની યાત્રા દેખાય છે તો રામ નામનો જાપ કરવો જોઈએ. શ્રીરામચરિત માનસ મુજબ રામ નામના જાપથી શિવજી અતિ પ્રસન્ન થાય છે. શિવપુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા પરમાત્મા મતલબ શિવજીમાં વિલીન થઈ જાય છે. આ કારણે શવયાત્રા દેખાય તો રામ નામનો જાપ કરવો જોઈએ. તેનાથી શિવજીની કૃપા મળે છે. 
 
ચોથુ શુભ કામ - જ્યારે પણ ક્યાય શવયાત્રા દેખાય તો આપણે મૌન રહેવુ જોઈએ. જો આપણે કાર કે બાઈક ડ્રાઈવ કરતા હોય તો હોર્ન ન વગાડવુ જોઈએ.  આ કામ મૃત વ્યક્તિ પ્રત્યે આદર અને સન્માનની ભાવના પ્રકટ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરૂડ પુરાણની આ એક વાત ધ્યાનમાં નહી રાખો તો ધન અને સૌભાગ્ય થઈ જશે બરબાદ