Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rules Of mahamritunjay mantra Jaap- મહામૃત્યુંજય જપ - જપ કરતાં આ સાવધાની રાખવી જરૂરી છે

Rules Of mahamritunjay mantra Jaap- મહામૃત્યુંજય જપ -  જપ કરતાં આ સાવધાની રાખવી જરૂરી છે
, રવિવાર, 10 જુલાઈ 2022 (11:54 IST)
Maha Mrityunjaya Mantra in Gujarati,- મહામૃત્યુંજય જપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આનો સંપુર્ણ લાભ મળી શકે છે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી રહેતી.
 
તેથી જપ કરતાં પહેલાં નીચેની વાતોનું ધ્યાન રાખો-
* જે કોઈ પણ મંત્રનો જાપ કરવાનો હોય તેનું ઉચ્ચારણ શુદ્ધતાની સાથે કરો.
* એક નિશ્ચિત સંખ્યામાં જાપ કરો પહેલાં દિવસ કરતાં બીજા દિવસના મંત્રો ઓછા ન હોવા જોઈએ. તેનાથી વધારે જાપ કરો.
* મંત્રનું ઉચ્ચારણ હોઠોથી બહાર ન આવવું જોઈએ.
* જાપ કરતાં હોય તે વખતે ધુપ અને દિવો હંમેશા ચાલુ રહેવા જોઈએ.
* રૂદ્રાક્ષની માળા પર જ જાપ કરો.
* માળાને ગોમુખીમાં રાખો જ્યાર સુધી જપ પુર્ણ ન થાય ત્યાર સુધીમાળાને ગોમુખીમાંથી બહાર ન કાઢશો.
* જાપ કરતી વખતે શીવજીની મૂર્તિ, ફોટો, શિવલીંગ કે મહામૃત્યુંજય યંત્ર પાસે રાખવું જરૂરી છે.
* મહામૃત્યુંજયના બધા જ જપ આસન પર બેસીને કરો.
* જપ કરતી વખતે દૂધમાં ભેળવેલ પાણી વડે શીવજીનો અભિષેક કરતાં રહો કે તેને શિવલીંગ પર ચઢાવતાં રહો.
* મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને કરો.
* જે સ્થાન પર જાપ વગેરે જેવા શુભકાર્યો થતાં હોય ત્યાં બેસીને જ જાપ કરવા.
* જાપ કરતી વખતે સંપુર્ણ ધ્યાન મંત્રમાં જ હોવું જોઈએ મનને આમ તેમ ભટકવા ન દેશો.
* જાપ કરતી વખતે આળસ અને બગાસુ ન ખાવું.
* નકામી વાતો ન કરવી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bakri Eid Wishes બકરી ઈદ મુબારક