હરિયાલી અમાવસ્યા પર કરશો આ ઉપાય તો,થશે ધનલાભ
, રવિવાર, 23 જુલાઈ 2017 (09:35 IST)
અમાવસ્યા આ તિથિ પર પૂજા-પાઠ કરવાનું ખાસ મહત્વ હોય છે. જે લોકો દર મહિનાની અમાવસ્યા પર કઈક ખાસ ઉપાય કરે છે, એમના ઘરમાં દેવી-દેવાતાઓની કૃપા અને બરકત બની રહે છે. પરિવારમાં સુખનું વાતાવરણ બને છે અને પરેશાનીઓ દૂર રહે છે. અહીં જાણો એવા ઉપાય જે અમાવસ્યા પર કરી શકાય છે.
* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો.
* તામસિક વસ્તુઓનું સેવન ના કરો ખાસ કરીને શરાબ. કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે.
* પુરાણો મુજબ અમાવસ્યા તિથિને દેવ પિતૃ ગણાય છે. આથી આ દિવસે પિતૃના નામે શુદ્ધ શાકાહારી ભોજન કોઈ જનોઈધારી બ્રાહ્મણને અર્પિત કરો જો શકય હોય તો ખીર અર્પિત કરો.
આગળનો લેખ