યુક્રેનિયન સત્તાધીશોએ દાવો કર્યો છે કે રશિયન સેના યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં પ્રવેશી ચૂકી છે.
ખાર્વિવના સ્થાનિક તંત્રના વડા ઓલેગ સિન્ગુબોવે કહ્યું કે, સૈન્ય વાહનો શહેરમાં પ્રવેશી ચૂક્યાં છે.
તેમના નિવેદન પહેલાં વીડિયો ફરતા થયા હતા. જેમાં રશિયન મિલિટરીનાં વાહનો ઉત્તર પૂર્વમાં આવેલા ખાર્વિવના રસ્તા પર ફરતાં જોવા મળ્યાં હતાં.
રશિયન સૈનિકો શહેરના મધ્ય સુધી પહોંચી ગયા હોવાથી ઓલેગ સિંગુબોવે સ્થાનિકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "શૅલ્ટરમાંથી નીકળશો નહીં, યુક્રેનિયન સેના દુશ્મનોને હઠાવી રહી છે. નાગરિકોએ રસ્તા પર ઊતરવું નહીં."